________________
કેવળી પ્રભુનો સાથ
ક્રોધ વિજયથી જીવને ક્ષાંતિ (ક્ષમા તથા તિતિક્ષા) પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મની નિર્જરા કરે છે.”(૬૮)
“માન વિજયથી જીવ મૃદુતા પામે છે. માન વેદનીય કર્મોનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા થાય છે.”(૬૯)
“માયા વિજયથી ઋજુતા આવે છે. માયા વેદનીય કર્મનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૭૦)
“લોભ વિજયથી જીવ સંતોષભાવ અનુભવે છે. લોભ વેદનીય કર્મનો બંધ નથી કરતો, પૂર્વબધ્ધ કર્મની નિર્જરા કરે છે.”(૭૧)
જે ક્રમમાં કષાયનો જય થાય છે, તે ક્રમને અનુસરી તેના જયથી તેને લગતાં નવાં કર્મબંધ થતાં નથી, અને પૂર્વકાળમાં જ્યારે કષાયજય ન હતો ત્યારે બંધાયેલા કર્મોની નિર્જરા થતી જાય છે; એમ આ સૂત્રોથી સમજાવ્યું છે. આ કષાયો એવા પ્રકારના છે કે જે પ્રકારના કષાયનો ઉદય થાય તે પ્રકારના નવા કષાયનો બંધ પડે. ઉદા. ત. જો સંજ્વલન માનનો ઉદય હોય તો સંજ્વલન માનનો નવો બંધ પડે. અનંતાનુબંધી લોભનો ઉદય હોય તો અનંતાનુબંધી લોભનો નવો બંધ પડે, ઇત્યાદિ. અહીં સંપૂર્ણ કષાયજય હોવાથી તત્સંબંધી નવા કષાય આત્માને બંધાતા નથી. જો આત્માને કષાયનો બંધ ન થાય તો શાતા વેદનીય કર્મ સિવાય એક પણ નવા કર્મનો બંધ આત્માને સંભવતો નથી. આ માટે પ્રત્યેક કષાયજયના લાભ બતાવતાં કહ્યું છે કે, તત્સંબંધી વેદનીય – વેદવું પડે તેવા – કર્મનો બંધ આત્માને થતો નથી. તે ઉપરાંત પૂર્વે નિબંધન કરેલા કર્મો નિર્જરી જાય છે. આમ પૂર્ણ ઇન્દ્રિયજય અને કષાયજયથી તે પવિત્ર આત્મા અઘાતી કર્મોનો ક્ષય પૂર્ણતાએ કરવાની તૈયારી કરે છે. આ ચારે સૂત્રોની સમજણના સારરૂપે આપણે તારણ કાઢી શકીએ કે જેટલા અંશે ઇન્દ્રિયજય અને કષાયજય જીવ કરી શકે તેટલા અંશે તે જીવ નવીન કર્મના બંધનથી મુક્ત થતો જાય છે, અને પૂર્ણતાએ ઇન્દ્રિયજય તથા કષાયજય કરી શકે તે સર્વ પ્રકારના ઘાતી કર્મના બંધનથી છૂટી જાય છે. આ પરથી બીજી એકવાત પણ સમજાય છે કે
૧૮૨