________________
કેવળી પ્રભુનો સાથ
તેર પ્રકૃતિનો નાશ થાય છે. આવી પ્રકૃતિના નાશ પછી મુનિ આઠ કષાયને નિઃશેષપણે હણે છે, તે પછી નપુંસક વેદ, સ્ત્રીવેદ ક્ષય કરી, હાસ્યાદિ છે નોકષાયને હણે છે, અને તે પછી પુરુષવેદને હણે, તે વખતે દશમા ગુણસ્થાને શેષ રહેલા પુરુષવેદને સંજ્વલન ક્રોધમાં, ક્રોધને સંજ્વલન માનમાં, માનને સંજ્વલન માયામાં તથા માયાને સંક્વલન લોભમાં સંક્રમાવે છે. તે પછી મુનિ સૂક્ષ્મ લોભને હણે છે. દશમાના અંતે શેષ રહેલાં અતિ અલ્પ લોભ કષાયને જ્ઞાનાવરણમાં પરિણમાવે છે. આમ જે ક્ષીણકષાયી થયા છે તે મુનિ બારમા ગુણસ્થાને શેષ ઘાતી કર્મોના સ્થિતિઘાતાદિક તે ગુણસ્થાનનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી કરે છે, અને તેમાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય અને નિદ્રાદ્ધિક એ સોળ પ્રકૃત્તિનો ક્ષય કરે છે, તે છેલ્લા સમયના અનંતર સમયે તે આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શન પામી સયોગી કેવળી થાય છે. ત્યારે સમ્યકત્વ પરાક્રમનું આઠમું સોપાન સિધ્ધ થાય છે.
કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થતાં જ તે શુધ્ધાત્મા ઇન્દ્રિયોનો સંપૂર્ણ નિગ્રહ અને સંપૂર્ણ કષાયજય કરે છે. ઇન્દ્રિય સાથે આત્માને જોડાવા ન દેવો તે ઇન્દ્રિય નિગ્રહ અને કષાયનો અંશ પણ આત્મામાં જન્મવા ન દેવો તે કષાય જય કહેવાય છે. ઇન્દ્રિય નિગ્રહ અને કષાયજયથી થતા લાભો ત્રેસઠથી બોંતેર સુધીના દશ સૂત્રોમાં સમજાવ્યા છે. આ સમજણ પ્રત્યેક જીવને લાભકારી થાય તેવી છે, કારણ કે કેવળીપ્રભુ જે કાર્ય પૂર્ણતાએ કરે છે તે કાર્ય અંશે પણ કરવાથી જીવને મહદ્ લાભ થાય છે.
“શ્રોત્રંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગદ્વેષથી પર રહે છે. પછી તત્ પ્રત્યયિક અર્થાત્ શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો. પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૩)
“ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપોમાં થનાર રાગદ્વેષોનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૪)
૧૮૦