________________
અષ્ટકમ્
ઉપદેશના ઉલટા પ્રવાહો અને સમજણનો દુરુપયોગ અભિગૃહિત મિથ્યાત્વમાં જાય. તો વગર વિચાર્યે ઉલટો મત બાંધી બેસે તે અનભિગૃહિત મિથ્યાત્વ ગણાય.
મારી મચડીને શાસ્ત્રના અર્થ કરવા, ફાવે તેવી દલીલો કરી દુરાગ્રહથી પોતાના મતને વળગી રહેવું, સાચું જાણવા મળે તો પણ કીર્તિ જાળવવા સત્યનો સ્વીકાર ન કરવો તે અભિનિવેશિક મિથ્યાત્વ. શંકા કુશંકા કર્યા કરવી, આ સાચું કે પેલું સાચું તેનો મનમાં ઘાટ ઘડ્યા કરવો, એ સાંશયિક મિથ્યાત્વ. વિચારના અભાવે કોઈ દર્શનનું ભલું ભૂંડુ ન જાણવું અને અનંત અજ્ઞાનમાં સબડયા કરવું, મૂઢ દશામાં વર્તવું એ અનાભોગિક મિથ્યાત્વ કહેવાય. એકેંદ્રિયાદિને અનાભોગિક મિથ્યાત્વ હોય છે. - ટૂંકમાં કહીએ તો આત્મસ્વરૂપ સંબંધી મિથ્યા માન્યતામાં રાચવું એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ અલ્પ વિકાસવાળા જીવોને હોઈ શકે છે, તેમજ બુદ્ધિવિકાસ પામેલા, જ્ઞાનનો દુરુપયોગ કરવાવાળાને પણ હોઈ શકે છે. મિથ્યાત્વ જાય ત્યારે સમ્યક્ત્વ પ્રકાશે છે.
અવિરતિ અવિરતિ એટલે દોષથી પાછા ન હઠવું. વિરતિ એટલે ત્યાગભાવ. કોઈ પણ પ્રકારના દોષથી વિરમવું નહિ તે અવિરતિ, અવિરતિમાં મન તથા ઇન્દ્રિયના વિષયોને વિશે દોષથી ન વિરમવાની વાત મુખ્યપણે છે. અવિરતિના બાર પ્રકાર છે: મનને ધૂળ કે સૂમ હિંસામાં પરોવવું તે પહેલો પ્રકાર, માનસિક અવિરતિ. પાંચ ઇન્દ્રિયોને દોષોથી પાછી ન હઠાવવી, તે પાંચ પ્રકારની અવિરતિ પાંચ એકેંદ્રિય તથા ત્રસકાય જીવોની હિંસાથી ન નિર્વતવું તે છ પ્રકારની અવિરતિ. આમ કુલ બાર પ્રકારે સ્થૂળથી શરૂ કરી સૂક્ષ્માતિસૂમ અવિરતિ શ્રી પ્રભુએ જણાવી છે. અવિરતિમાં મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સંભવતા દોષોનો સમાવેશ થાય છે, વિરતિ વ્યવહાર નયથી પૂર્ણતાએ પ્રગટતાં જીવને છઠું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેમાં અંતરંગથી જીવનાં મન, વચન તથા કાયા શ્રી પ્રભુને આધીન થાય છે, અને દ્રવ્યથી બાહ્ય સંગનો ત્યાગ થાય છે.
૧૮૯