________________
કેવળી પ્રભુનો સાથ
પ્રમાદ
પ્રભુની આજ્ઞાએ વર્તવા જતાં પ્રમાદને કારણે જીવ સ્વચ્છંદી વર્તન કરી બેસે છે, અને આજ્ઞાનું આરાધન જે સૂક્ષ્મતાથી કરવું જોઇએ તે સૂક્ષ્મતા સુધી કરી શકતો નથી, પરિણામે ભક્ત અને ભગવાન વચ્ચે દશાભેદ રહ્યા કરે છે. જે કાળ માટે જીવ પોતાનાં મન, વચન, તથા કાયાને પ્રમાદરહિત બની એક સાથે પ્રભુની આજ્ઞામાં રાખે છે, તે કાળ માટે ભક્ત અને ભગવાન એકરૂપ બની જાય છે, બે વચ્ચેની ભેદરેખા એટલા કાળ માટે ભૂંસાઈ જાય છે. આવી પ્રમાદરહિત સ્થિતિમાં જીવનાં કર્મબંધ અતિઅતિ અલ્પ થઈ જાય છે. અને તે સાતમા ઉચ્ચ ગુણસ્થાનનો અનુભવ કરી શકે છે. સર્વ વિરતિ મેળવ્યા પછી જીવ અપ્રમાદી થવાનો પુરુષાર્થ આદરે છે, અને સફળ થાય છે ત્યારે કર્મબંધનાં કારણરૂપ પ્રમાદથી છૂટી જાય છે.
કષાય
અવિરતિમાં ઇન્દ્રિયોના વિષયો કર્મબંધના હેતુ થાય છે, ત્યારે કષાયમાં મન સંબંધી દોષો આવે છે. કષાય ચાર છેઃ ક્રોધ, માન, માયા અને લોભ. તે પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એમ ચાર ભાંગા છે. આ સોળ કષાયને ઉદ્દિપ્ત કરનારા નવ નોકષાય છેઃ હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા અને ત્રણ વેદ. આમ કષાયના કુલ પચીસ પ્રકાર છે. જે કર્મબંધના કારણરૂપ છે. કર્ એટલે સંસાર અને આય એટલે લાભ. જે ભાવ સંસારની પ્રાપ્તિ કરાવે તે કષાય, જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો જાય તે કષાય. જીવને કર્મબંધ કરાવવામાં કષાય ઘણો મોટો ભાગ ભજવે છે. કષાય જીવનો સમભાવ છોડાવે છે. આ કષાયનો પૂર્ણ ક્ષય ક્ષપક શ્રેણિમાં થાય છે. અને ત્યારે જીવ કર્મબંધનથી બહુધા મુક્ત થઈ જાય છે.
યોગ
મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય. આત્માનું યોગ સાથે જોડાણ થવાથી તેના પ્રદેશો કંપે છે. અને પ્રદેશના આ કંપનથી યોગની શક્તિના પ્રમાણમાં કર્મવર્ગણાઓ
૧૯૦