________________
કેવળી પ્રભુનો સાથ
પ્રાણ હોય છે, બે ઇન્દ્રિયને રસના તથા વચનબળ વધે છે. પછી ઇન્દ્રિય સાથે એક એક પ્રાણ વધતા જાય છે. આત્મા પોતે પ્રાણ નથી, પણ પ્રાણનો ધારણ કરનાર છે. તેથી આત્મા સંસારમાં હોય ત્યારે તેના વિકાસ પ્રમાણે ચારથી દશ પ્રાણ ધારણ કરે છે, અને તે ‘જીવ’ તરીકે ઓળખાય છે.
સંસારમાં ભમતો જીવ જ્યારે શુભાશુભ ભાવ કે ક્રિયા કરે છે, ત્યારે તેને અનુરૂપ કર્મવર્ગણા ખેંચાઇને આત્મપ્રદેશ પર ચીટકી જાય છે. આત્માનો આ રીતે કર્મ સાથે સંબંધ થવાથી આખો સંસાર રચાય છે; એક ભવથી બીજા ભવમાં ભ્રમણ થાય છે, અને દરેક ભવમાં નાની મોટી અનેક ક્રિયાઓ બનતી રહે છે, જેમાં નવીન બંધ થતા જાય છે. આમ આ સંસાર સતત ચાલ્યા કરે છે.
આવો કર્મબંધ થવા માટે શ્રી પ્રભુએ મુખ્ય પાંચ કારણો ગણાવ્યાં છેઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહેતાં અન્ય પદાર્થો વિશેના વિભાવમાં પ્રવર્તે છે ત્યારે આ પાંચમાના કેટલાંક કારણોના આધારથી કર્મબંધ કરે છે, અને તે બંધન ભોગવતાં નવો વિભાવ કરી, નવાં કર્મને આવકારે છે. આ પ્રકારે સંસારની વણઝાર ચાલ્યા જ કરે છે. તેથી કર્મને સમજવા પહેલાં કર્મબંધના કારણો સમજવા વધારે ઉપકારી છે.
મિથ્યાત્વ
જીવ પોતાનાં સ્વરૂપને યોગ્ય રીતે સમજી ન શકે, આત્મા સંબંધી વિપરીત માન્યતામાં પ્રવર્ત્ય કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. સ્વસંબંધી મિથ્યા-ખોટી માન્યતા તે મિથ્યાત્વ કહી શકાય. મિથ્યાત્વના પાંચ પ્રકાર શાસ્ત્રમાં જણાવ્યા છે. અભિગૃહિત, અનભિગૃહિત, અભિનિવેશિક, અનાભોગિક અને સાંયિક.
પારકાના ઉપદેશથી કે પોતાના ખોટા વિચારને પરિણામે યથાર્થ શ્રધ્ધાનનો અભાવ કરે કે અયથાર્થ વસ્તુનું શ્રધ્ધાન કરે તે અભિગૃહિત મિથ્યાત્વ. મતપંથના કદાચહો,
૧૮૮