________________
પ્રકરણ ૩ અષ્ટકર્મ
વ્યવહારદૃષ્ટિથી શુભાશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર કે એનો ક્ષય કરનાર જીવ નામનો પદાર્થ છે. જ્યારે નિશ્ચયદષ્ટિથી એ જીવ આત્મસ્વરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પોતાના અનંત ગુણોનો કર્તા અને ભોક્તા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના અનંત ગુણોમાંના મુખ્ય ગુણો છે. આત્મા પોતે શુધ્ધ છે, જ્ઞાન, દર્શનાદિ અનંત ગુણોમાં રમણ કરનારો છે. અને તે મુખ્યતાએ આઠ ગુણોનો ધારક છે. આ ગુણો છે: અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું, અને અવ્યાબાધ સુખ.
આત્મા પર જ્યારે કર્મનો જમાવ થાય છે ત્યારે તેના મૂળ ગુણો પર આવરણ આવે છે. કર્મ એ સૂમ પુગલ વર્ગણા છે. આવી સૂમ પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે ખરી જતી નથી.
આવો કર્મથી બંધાયેલો આત્મા જીવ તરીકે ઓળખાય છે. વ્યવહાર નયથી જીવને ઓળખવા માટે દશ પ્રાણનો ધારક કહ્યો છે. એમાં પાંચ ઇન્દ્રિય, મન, વચન અને કાયબાળ એ ત્રણ બળ તથા શ્વાસોશ્વાસ અને આયુષ્યનો સમાવેશ થાય છે. આ દશે પ્રાણનો ધારક સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે, અને સંજ્ઞા તથા ઇન્દ્રિય ઘટતાં જાય તેમ તેમ જીવનાં પ્રાણની સંખ્યા ઓછી થતી જાય છે. અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ પ્રાણ હોય છે, ચતુરેંદ્રિયને આઠ, ત્રણ ઇન્દ્રિયને સાત, બે ઇન્દ્રિય જીવને છે, અને એકેંદ્રિય જીવને ચાર પ્રાણ હોય છે. એકેંદ્રિયને સ્પર્શેન્દ્રિય, કાયબળ, આયુષ્ય તથા શ્વાસોશ્વાસ એ ચાર
૧૮૭