________________
સમ્યકત્વ પરાક્રમ
સાચું મહાસ્ય સમજાય છે, આરાધન કરવાનો ઉત્સાહ આવે છે. અને તે માટે તે વિચારણામાં પડી જાય છે કે ઇચ્છા હોવા છતાં જોઇતું આરાધન કેમ થઈ શકતું નથી ? કર્મ વિશેની અહીં જાણવા મળતી સ્થિતિ પરથી જીવ કર્મ વિશે વધારે વિશદતાથી સમજવા આતુર થાય છે.
આ અધ્યયનમાં જોવા મળતી બીજી ખાસિયત એ છે કે કોઇ પણ આત્મદશા માટે જીવ’ એવો શબ્દ પ્રયોગ થયેલો છે. જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી તે જીવ કહેવાય છે, અને શુદ્ધિ વધતાં તે આત્મસ્વરૂપ ધારણ કરતો જાય છે. સામાન્ય રીતે છટ્ટા સાતમા ગુણસ્થાને શ્રેણિની તૈયારી કરતા મુનિ માટે “આત્મા’ શબ્દ પ્રયોજાય છે, તે ભાવિ નયગમનયથી છે – ભાવિમાં પૂર્ણ શુધ્ધ થવાના જ છે તે આશયથી કહેવાય છે. પણ અહીં સર્વ જગ્યાએ “જીવ’ શબ્દ જ મૂકાયો છે. કર્મબંધનના આશયથી આમ થયું લાગે છે, કારણ કે મૂળ બોધ તો ઘાતકર્મ રહિત શ્રી મહાવીર પ્રભુએ આપેલો છે. અને તેમના ગણધર શ્રી સુધર્માસ્વામીએ ઝીલેલો છે. એમની દશાના પ્રમાણમાં “જીવ’ શબ્દનું પ્રયોજન આપણને ઘટિત લાગે છે.
સમ્યકત્વનો આવો યથાર્થ મહિમા જાણ્યા પછી, તેની પ્રાપ્તિ તથા તેના શુદ્ધિકરણને રોકનારા કર્મોની જાણકારી, તથા તેને નિવૃત્ત કરવાના ઉપાયો જાણવાથી સન્માર્ગમાં વિકાસ કરવો સહેલો બને છે.
૧૮૫