________________
કેવળી પ્રભુનો સાથ
ચુમોતેરમાં સૂત્રમાં કહ્યું છે કે, “તે પછી તે ઔદારિક અને કાશ્મણ શરીરને સદાને માટે પૂર્ણતયા છોડે છે, પૂર્ણતયા શરીર છોડીને ઋજુશ્રેણિ પામે છે. અને એક સમયમાં અસ્પૃશગતિરૂપ ઉર્ધ્વગતિથી – વળ્યા વિના સીધો લોકાએ જઈ સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે. સર્વ દુ:ખોનો અંત કરે છે.”
“શ્રમણ ભગવાન મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞાપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે, અને ઉપદર્શિત છે.” એમ સુધર્માસ્વામી કહે છે.
પ્રેમ, રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને ઉત્તમની કેવી રીતે પ્રાપ્તિ થાય છે, તે સૂત્ર બોત્તેરથી ચુમોત્તેરમાં વર્ણવ્યું છે. તેમાં ક્રમથી ક્ષપકશ્રેણિ, તેરમુ ગુણસ્થાન, ચૌદમું ગુણસ્થાન અને સિદ્ધદશાનું સંક્ષેપે છતાં વિશદ વર્ણન આપ્યું છે, આત્માનુભવી આત્મા સહેલાઇથી તેની સમજણ લઈ શકે તેમ છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ શુધ્ધભાવમાં જવા માટે, પોતાના શુભ ભાવનું ઉર્વીકરણ કરતા જાય છે, કલ્યાણભાવ વિસ્તૃત કરતા જાય છે. પરિણામે જ્યારે મુનિ ક્ષપકશ્રેણિનો આરંભ કરે છે ત્યારે તેમની કલ્યાણમય શુભભાવના ઘાતકર્મ વિભાગનો ક્ષય કરી શકે છે. સાથે સાથે પૂર્વબંધિત અન્ય કષાયો પણ ક્ષીણ કરી શ્રેણિના અંતે સયોગી કેવળી બને છે. તે પછી કેવળી પર્યાયમાં અઘાતી કર્મો કેવી રીતે નિવૃત્ત કરતા જાય છે તેની સમજણ આપી છે. અંતમાં ચૌદમાં ગુણસ્થાનવતી આત્માની પ્રવૃત્તિ અને તે પછી આત્માની સિદ્ધાત્મા રૂપે સ્થિતિ જણાવી સમ્યકત્વ પરાક્રમના અંતિમ નવમા સોપાનનું વર્ણન પૂરું કર્યું છે.
આ આખા અધ્યયનનો મુખ્ય ભાગ છઠ્ઠા સાતમાં ગુણસ્થાને વર્તતા મુનિ ક્ષપક શ્રેણિએ ચડવા માટે કેવો પુરુષાર્થ કરે છે, અથવા તેમણે કેવો પુરુષાર્થ કરવો જોઈએ તેનું વર્ણન રોકે છે. અને તેનું ફળ મુનિને કેવું આવે છે તેની સમજણ છેલ્લા ત્રણ સૂત્રોમાં આપી છે, જે સ્વયં સમજણ આપનાર છે. આ પરથી જીવને સમ્યકત્વનું
૧૮૪