________________
સમ્યકત્વ પરાક્રમ
“કાયગુપ્તિથી જીવ સંવર (અશુભ પ્રવૃત્તિ નિરોધ) પામે છે. સંવરથી કાયગુપ્ત બનીને ફરીથી થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે.”
મનોગુપ્તિ રાખવી એટલે મનને જ્યાં ત્યાં ભટકવા ન દેતાં, આત્મામાં અગર આત્મામાં સ્થિર થવાય તેવા વિચારમાં એકાગ્ર કરવું. આથી શુભ ચિંતવનમાં એકાગ્ર થઈ મુનિ અશુભ ચિંતવનથી સહેજે બચી જાય છે. આત્મા યોગ્યતાએ સંયમી થાય છે. મન વિકલ્પરહિત થવાથી સંવર જોરદાર થાય છે, તેથી ચારિત્રની ખીલવણી થાય છે. મનોગુપ્તિના કારણે મુનિને સ્થિરતાવાળા પરિણામ રહે છે ત્યારે જે વાચારગણાનો ઉદય આવે છે તેમાં મુનિ નિર્વિકાર રહે છે, તેમની વાણીમાં કોઈ પ્રતિના રાગદ્વેષ તેમાં પ્રતિબિંબિત થતા નથી. આવી વચનગુપ્તિથી મુનિના સંવર નિર્જરા દઢ બને છે.
સામાન્યપણે મન જે પ્રકારના ભાવ કરે છે, તેના અનુસાર જીવનાં વાણી અને કાયા પ્રવર્તે છે. આમ મન સાથે વચન તથા કાયા સંબંધ ધરાવે છે, એટલે મન સંયમિત બનતાં વચન અને કાયા આપોઆપ સંયમિત થાય છે. પણ કેટલીક વખત એવું બને છે કે મન અશુભભાવ કરે, પણ જીવ બળ કરી વાણીને સંયમિત કરી, મન પર ફરીથી વિજય મેળવી લઈ શકે. એટલે કે અશુભ વાણી બોલતાં અટકી જાય. ક્યારેક મનના સાથથી વાણી પણ અશુભ નીકળી જાય છતાં કાયાને એ અશુભ કાર્ય કરતાં રોકી, તેનાથી થતા પાપાશ્રવનો નિરોધ કરી શકે છે. આવી વિશિષ્ટ સ્થિતિને લક્ષમાં લઈ મનોગુપ્તિ સાથે વચનગુપ્તિ અને કાયગુપ્તિને વણી લીધાં છે, જેથી કર્મબંધ અલ્પ થતાં જાય. મન સાથે વચન તથા કાયા જોડાયેલા હોવાથી મન સંયમિત થતાં બીજા બે યોગ સંયમિત થાય છે, પણ અપવાદરૂપે ક્યારેક એવું થાય છે કે મન સંયમિત હોય પણ કર્મોદયના કારણે કાયા કે વચન અસંયમિત થઈ જાય, તેવા પ્રસંગમાં જાગૃતિ મુનિ તે બંનેને યોગ્ય રીતે સંયમમાં રાખવા પ્રયત્નશીલ રહે છે, અને ત્યાં વચનગુપ્તિ અને કાયગુપ્તિનો ઉપયોગ કરી કર્મબંધ તોડે છે.
મન, વચન તથા કાયાની ગુપ્તિ યથાર્થપણે જાળવવા માટે મુનિ એ ત્રણેની સમાધારણા કરે છે. સમાધારણા એટલે એ ત્રણે યોગને શુધ્ધમાં કે શુભમાં જોડાયેલા
૧૭૫.