________________
સમ્યકત્વ પરાક્રમ
બીજાને શાતાકારી થાય તેવા ભાવ તે અનુદ્ધતભાવ, અને એ જ મૃદુતા. મૃદુતાના ફળરૂપે જીવ મદરહિત થવાથી અલ્પકષાયી અને ઉચ્ચ ગોત્ર બાંધનાર થાય છે.
આત્માને શુદ્ધ કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિનું વર્ણન અહીં સુધી થયેલું છે. આ બધી ક્રિયાઓ પૂરેપૂરી પ્રમાણિકતાથી અને અવંચકપણે કરવાથી મુનિને થતા લાભ એકાવનથી ત્રેપન એ ત્રણ સૂત્રમાં ભાવ ત્ય, કરણસત્ય અને યોગસત્યનો મહિમા આપી દર્શાવ્યા છે.
‘ભાવસત્ય (અંતરાત્માની સચ્ચાઇ)થી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરમાં તેનું માહાસ્ય એકાવનમા સૂત્રમાં આમ બતાવ્યું છે, “ભાવસત્યથી જીવ ભાવવિશુદ્ધિ પામે છે. ભાવવિશુદ્ધ જીવ અહપ્રાપ્ત ધર્મની આરાધનામાં રત રહે છે, અહસ્ત્રાપ્ત ધર્મની આરાધનામાં રતુ રહીને પરલોકમાં પણ ધર્મારાધક બને છે.” સંજ્ઞીપંચેન્દ્રિય જીવને માટે તેની પ્રત્યેક પ્રવૃત્તિનું મૂળ નિમિત્તકારણ તેના ભાવ હોય છે; જે પ્રકારના સારા કે નરસા ભાવ જીવ કરે તે પ્રકારની તેની શુભ કે અશુભ લેશ્યા થાય છે, અને તેના અનુસંધાનમાં શુભાશુભ કર્મબંધ તેનો નવો સંસાર ઊભો કરે છે. જીવના મનમાં જેવા ભાવ થાય તેવો આદેશ મન દ્વારા તેનાં વચન અને કાયાને મળે છે; અને તે આદેશ અનુસાર તેનાં વચન તથા કાયા પ્રવર્તે છે. આમ કર્મનાં મૂળ કારક ભાવ છે; તેથી ભાવ જો યોગ્ય અને પ્રમાણિક હોય તો જીવને ખૂબ લાભ થાય છે. શુદ્ધ પરિણતિ તરફ વહેતા ભાવને કારણે અતિ પ્રભુએ જે ધર્મ બતાવ્યો છે તેનું આરાધન યથાર્થતાએ થઈ શકે છે, જેનું ફળ ઈહલોક તથા પરલોકમાં ધર્મારાધક થવું એ છે.
જીવનું મન જ્યારે સાચા ભાવ કરે છે ત્યારે તે મન તેનાં વચન તથા કાયાને સાચા કરણથી (સાધનથી) વર્તવા આદેશ કરે છે. કરણ એટલે કાર્ય કરવાનું સાધન, અથવા કાર્ય. ‘કરણસત્ય (કાર્યની સચ્ચાઈ)થી જીવને શું મળે છે?” એના જવાબરૂપે બાવનમા સૂત્રમાં કહ્યું છે કે, “કરણસત્યથી જીવ કરણશક્તિ (કામને સારી રીતે પૂરી કરવાની શક્તિ) મેળવે છે, કરણસત્યવાળો જીવ “યથાવાદી તથાકારી' અર્થાત્ જેવું બોલે તેવું કરવાવાળો થાય છે.” કરવાયોગ્ય અર્થાત્ કલ્યાણકારી ભાવ કરવા એટલે ભાવસત્ય. આ ભાવસત્યને પૂરા કરવા જીવે પ્રવૃત્તિ તો કરવી જ પડે છે. તે પ્રવૃત્તિ કરવાનાં
૧૭૩