________________
કેવળી પ્રભુનો સાથ
તે વખતે તેમને પાંચ ઇન્દ્રિય પર પૂર્ણ વિજય મળે છે, ચારે કષાયો પર પૂર્ણ કાબૂ આવે છે અને રાગદ્વેષ તથા મિથ્યાદર્શનપર પૂર્ણ વિજય થતાં આત્મા કેવી સિદ્ધિ મેળવે છે તેની જાણ આપણામાં ખૂબ અહોભાવ પ્રગટાવે છે.
ચાલીસમા સૂત્રમાં કહ્યું છે કે, “સહાયપ્રત્યાખ્યાનથી જીવ એકીભાવ પામે છે. એકીભાવ પામેલો સાધક એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાકલહ, ટંટો, ક્રોધાદિ કષાય, તું તું હું હું થી મુક્ત રહે છે. સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિ સંપન્ન બને છે.” મુનિના પરકલ્યાણના ભાવમાં જે અમુક અંશે પરભાવ તથા અહં અને મમ રહેલાં છે, તેનાથી મુક્ત થઈ મુનિ માત્ર સ્વમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. બહારનો શુભ સંગ છોડવાની પ્રવૃત્તિ આમાં સમાતી જણાય છે. તેનાથી આગળ વધી દેહનું મમત્ત્વ અને સંગને છોડવાની વૃત્તિ મુનિ કેળવે છે; તે માટે દેહને પોષણ આપનાર જે પ્રાસુક તથા શુષ્ક આહાર તેઓ ગ્રહણ કરતા હતા તેનો ત્યાગ કરવા તરફ વળે છે, અને ભક્તપ્રત્યાખ્યાન(આમરણ અનશન સંથારા)થી થતો લાભ સૂત્ર એકતાલીસમાં વિચારાયો છે. “ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોનો – જન્મ મરણનો નિરોધ કરે છે.” આ રીતે પરકલ્યાણના ભાવની સાથે દેહધ્યાસના ભાવ ઉપર પણ મુનિ સંયમ વધારી આત્મલક્ષી થતા જાય છે. અને એ દ્વારા અનેક જન્મમરણ આપે તેવાં કર્મોનો નાશ કરી સંસાર ક્ષીણ કરે છે.
ભક્તપ્રત્યાખ્યાનના અનુસંધાનમાં મુનિ ‘સદ્ભાવ પ્રત્યાખ્યાન' તરફ વળે છે. તેનું ફળ સૂત્ર બેતાલીસમાં આ પ્રમાણે દર્શાવ્યું છે, “સદ્ભાવ પ્રત્યાખ્યાન (સર્વ સંવર સ્વરૂપ શૈલેશીભાવ)થી જીવ અનિવૃત્તિ (શુક્લધ્યાનનો ચોથો ભેદ) પામે છે. અનિવૃત્તિ પામેલા અણગાર કેવળીના શેષ રહેલા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર ભાવોપગાહી કર્મોનો ક્ષય કરે છે. પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. બધા દુ:ખોનો અંત કરે છે.” અશુભભાવથી છૂટયા પછી મુનિ શુભભાવથી પણ છૂટતા જાય છે તેનો નિર્દેશ આપણને આ સૂત્રમાં જોવા મળે છે. ચાર ઘાતી કર્મ નિ:શેષ કર્યા પછી બાકીના ચાર અઘાતી કર્મને નિ:શેષ કરી મુનિ
૧૬૮