________________
સમ્યકત્વ પરાક્રમ
શુદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. શુભાશુભ ભાવનું છેદન કરીને પૂર્ણ વીતરાગી થઈ મુનિ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેથી આ શુદ્ધાચારનું ઘૂટણ મુનિ પોતે કરે છે અને અન્યને કરાવે છે.
અહીં બતાવેલા આદર્શને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાથી જે લાભ થાય છે તે તેંતાલીસમા સૂત્રથી જુદા જુદા પ્રકારે વર્ણવ્યા છે. અને ઉપર જણાવેલું ફળ મેળવવા માટે ‘શુભ' નો ત્યાગ કેવી રીતે કરતા જવો તેની સૂચના તેંતાલીસમા સૂત્રથી શરૂ થાય છે. જે શ્રેણિમાં જવા માટેનો કળશરૂપ પુરુષાર્થ કહી શકાય.
અહીં ઇચ્છેલા ઉત્તમ આચારપાલનનું ફળ બતાવવા, “પ્રતિરૂપતાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરરૂપે તેંતાલીસમાં સૂત્રમાં વર્ણવ્યું છે કે, “પ્રતિરૂપતાથી – જિનકલ્પ જેવા આચાર પાળવાથી જીવ ઉપકરણોની લઘુતા પામે છે, લઘુભૂત થઈને જીવ અપ્રમત્ત, પ્રગટ લિંગ(વેશ)વાળો, પ્રશસ્ત લિંગવાળો, વિશુદ્ધ સમ્યકત્વ સંપન્ન, સત્ત્વ (ધર્યો અને સમિતિથી પૂર્ણ, સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વો માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનાવાળો, જિતેંદ્રિય, વિપુલ તપ અને સમિતિઓનો બધે પ્રયોગ કરનાર હોય છે. પૂર્વના બેતાલીસ સૂત્રોના સારરૂપ આ સૂત્ર રચાયું હોય તેમ જણાય છે. સર્વસંગ પરિત્યાગી ગુણસ્થાને ઉપદેશક સાધકે કેવા ગુણસંપન્ન રહેવું જોઈએ તે અહીં જણાવ્યું છે. આંતરબાહ્ય શુદ્ધ ચારિત્ર પાળનાર નિરતિચારવાળા મુનિને મહદ્ અંશે સંવર તથા નિર્જરા હોય છે. અને તેઓ સર્વ જીવો પર જરૂરથી નિષ્કારણ કરુણા વરસાવનાર હોય છે. આવા ઉત્તમ મુનિની જે સેવા કરે, તેમના પ્રતિ અહોભાવ વેદી, પોતાનાં બાહ્ય સુખોને, સાંસારિક સુખોને ગૌણ કરી, જે જીવ વૈયાવચ્ચ કરે તેને શું ફળ મળે છે એવો પ્રશ્ન ચુમ્માલીસમાં સૂત્રમાં પૂછી ઉત્તરમાં જણાવ્યું છે, “વૈયાવૃત્યથી જીવ તીર્થકર નામગોત્ર મેળવે છે.”
સુપાત્ર ઉત્તમદશાવાન મુનિની અહોભાવ, પ્રેમભાવ તથા અનુકંપા સહિત ખૂબ જ ભાવપૂર્વક જે જીવ સેવા કરે છે તે પ્રબળ શુભભાવના પ્રભાવથી ઉત્તમોત્તમ તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કરી શકે છે. જીવાનંદ વૈદે સુપાત્ર મુનિની ભાવપૂર્વક સેવા કરી, તે પછીના મુનિના ભવમાં તીર્થકર નામ ગોત્ર બાંધ્યું હતું, અને તેઓ આપણા પરમ
૧૬૯