________________
કેવળી પ્રભુનો સાથ
પૂજનીય “આદિનાથ પ્રભુ” થયા. શ્રી કૃષ્ણ નમિનાથ ભગવાનના મુનિઓની ઉત્તમતાએ સેવા કરતાં તીર્થકર નામગોત્ર બાંધ્યું હતું ઇત્યાદિ ઉદાહરણ વિચારી શકાય.
તે પછીનાં પીસ્તાલીસમા સૂત્રમાં ‘સર્વગુણસંપન્નતાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નનો જવાબ આપ્યો છે કે, “સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) પામે છે. મુક્તિ પામેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી.” સમ્યક્ત્વ મેળવતાં જીવમાં સર્વ આત્મગુણોના અંશો પ્રગટ થાય છે, અને તેની પૂર્ણતા થાય ત્યારે આત્મા પરભાવથી છૂટે છે, શુભાશુભ સર્વ ભાવો પર પૂર્ણ સંયમ આવતા ગુણોની પૂર્ણ ખીલવણી થાય છે, પરિણામે તે શુદ્ધ થઈ કોઈ પણ પ્રકારનાં કષ્ટનો ભોક્તા રહેતો નથી.
જેમ જેમ શુભાશુભ ભાવો ક્ષીણ થતા જાય છે તેમ તેમ વીતરાગતા મુનિમાં ખીલતી જાય છે. વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. આ વીતરાગતાથી જીવને શું મળે છે?' એવો પ્રશ્ન પૂછી છંતાલીસમા સૂત્રમાં કહ્યું છે કે, “વીતરાગતાથી જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી તે વિરક્ત થાય છે.” વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર હોય છે. તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા નથી, સર્વથી અલિપ્ત રહી વીતરાગી મુનિ આત્મરસમાં રમમાણ રહે છે. પદાર્થોનો ગમો તે સ્નેહ અને તેને મેળવવાની કે ભોગવવાની લાલસા તે તૃષ્ણા. આવાં સ્નેહ તથા તૃષ્ણા વીતરાગ ભગવાનને છૂટી ગયાં હોય છે, તેથી તેમને રાગદ્વેષ થતાં નથી. આમ વીતરાગતાથી મુનિ સ્નેહ તથા તૃષ્ણાનો નાશ કરે છે. વીતરાગી મહાત્મા તો શુભના પણ ત્યાગી બને છે, શુભ પણ તેમને આકર્ષી શકતું નથી. તેથી તેઓ શુભાશુભ બંને પ્રકારનાં કર્મો સમદષ્ટિથી, કર્મને નિવૃત્ત કરવાના આશયથી જ, નવીન બંધ કર્યા વિના ભોગવે છે, અને પૂર્વબંધિત કર્મોની નિર્જરા કરે છે.
વીતરાગતા સુધી પહોંચેલા આત્મામાં ક્ષાન્તિનો ગુણ ખીલે છે. ક્ષાંતિ એટલે બીજા જીવોના દોષો પ્રત્યે ક્ષમાભાવ; સાથે સાથે પૂર્વદોષના ફળરૂપે જે અશુભ કર્મ પરિષહરૂપે આવે તેને સમભાવથી સહન કરવાની શક્તિ. સુડતાલીસમા સૂત્રમાં,
૧૭)