________________
સમ્યક્ત્વ પરાક્રમ
ચાર ઘાતીકર્મો ગયા પછી, આત્મા જ્યારે મન, વચન અને કાયાના યોગના પણ પ્રત્યાખ્યાન કરે છે, એટલે કે આત્મા યોગરુંધનરૂપ ચૌદમા ગુણસ્થાને આવે છે ત્યારે તેને શાતાવેદનીય કર્મનો બંધ પણ થતો નથી. ઉપરાંત પૂર્વબધ્ધ ચારે અઘાતી કર્મો પણ નિર્જરી જાય છે. એટલે આત્મા ચૌદમા ગુણસ્થાનના અંતે આઠે કર્મોથી નિવૃત્ત થઈ જાય છે.
આઠે કર્મોથી નિવૃત્ત થતાંની સાથે આત્મા શરીરનું પણ પ્રત્યાખ્યાન કરે છે, અર્થાત્ નવું શરીર ધારણ ન કરવાનો નિયમ ગ્રહણ કરે છે. તે માટે ઓગણચાલીસમા સૂત્રમાં ‘શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સંદર્ભમાં જણાવ્યું છે કે, “શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કરે છે. તે ગુણોયુક્ત જીવ લોકાએ પહોંચી પરમ સુખ પામે છે.” આ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે આત્મા અશરીરી થઈ, આ લોકના પરિભ્રમણનો ત્યાગ કરી, લોકા૨ે જઈ આત્માની પરમશાંતિમાં સદાકાળને માટે સ્થિર થાય છે. અહીં ધર્મ આરાધન કરવાનું અંતિમ ધ્યેય સિધ્ધ થાય છે, આથી આત્માના આ નિવાસને સિધ્ધભૂમિના વાસ તરીકે ગણાવેલ છે.
સંભોગ, ઉપધિ, આહાર, કષાય, યોગ અને શરીરના પ્રત્યાખ્યાનથી મુનિને આત્મવિકાસ કરવાનો જે અલભ્ય લાભ પામવાનો આદર્શ મળે છે, તેની ઊંડી વિચારણા કરી તેઓ આ પ્રત્યાખ્યાનોની સિદ્ધિ મેળવવા પ્રયત્નવાન થાય છે. એ માટે તેઓ છઠ્ઠા સાતમા ગુણસ્થાને રહ્યા હોય તે વખતે શુભ પ્રવૃત્તિ ઘટાડતાં જઈ શુદ્ધ પ્રવૃત્તિ વધારવાનો પુરુષાર્થ શરૂ કરે છે. આ ઇષ્ટપ્રાપ્તિ માટે જે જે સાધનો સહાયકારી બને છે તેનો ઉપયોગ વધારતા જાય છે અને અન્ય સાધનોની અલ્પતા
કરતા જાય છે. આ સર્વ પ્રક્રિયાની સમજણ માટે આ પછીનાં સર્વ સૂત્રો રચાયાં હોય તે સમજાય છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિ સર્વથા કર્મરહિત થવા માટેનો પુરુષાર્થ કરવા કેવા કેવા વિવિધ ઉપાયો યોજે છે તેનું ચિત્રણ ચાલીસમાં સૂત્રથી બાસઠમાં સૂત્ર સુધી પથરાયેલું છે, અને તેમાં જુદા જુદા દૃષ્ટિકોણથી પુરુષાર્થ કરવાનો અનુરોધ થયેલો છે. આ સર્વનો આશ્રય કરી મુનિ ક્ષપક શ્રેણિએ ચડી પૂર્ણ શુધ્ધ થાય છે, અને
૧૬૭