________________
કેવળી પ્રભુનો સાથ
બેતાલીસ સુધીનાં નવ સૂત્રોમાં અપાયું છે. અહીં જે પ્રત્યાખ્યાનો સમજાવાયાં છે તે મુનિને શ્રેણિની તૈયારી કરવા માટે ખૂબ ઉપકારી થાય તેવાં છે. વિનિવર્તિનામાં સ્થિર રહેવા માટે આ પ્રત્યાખ્યાનો ખૂબ લાભદાયી નીવડે તેવાં છે.
પ્રત્યાખ્યાનની વિશદ સમજણ માટે આ અધ્યયનમાં નવ સૂત્રો રચાયાં છે. તેમાં સૌ પ્રથમ “સંભોગ પ્રત્યાખ્યાન' કહ્યું છે. આ પ્રત્યાખ્યાનથી થતા લાભ ચોત્રીસમા સૂત્રમાં આ પ્રમાણે જણાવ્યા છે, “સંભોગ (એકબીજા સાથે ભોજન વગેરેના સંપર્ક)ના પ્રત્યાખ્યાનથી પરાવલંબી નિરાવલંબ થાય છે. નિરાવલંબન થવાથી તેના બધા પ્રયત્નો આયતાર્થ (મોક્ષાર્થે) બને છે. પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે. બીજાના લાભનો ઉપભોગ નથી કરતો, તેની કલ્પના પણ નથી કરતો. સ્પૃહા નથી કરતો, પ્રાર્થના નથી કરતો, અભિલાષા કરતો નથી. બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજી સુખશૈયાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે.”
સામાન્યપણે સ્થવરકલ્પી મુનિઓ પોતાની ગોચરી લાવી, સાથે એકઠી કરી આહાર કરે છે. આમ અરસપરસ આહારની આપલે કરી, કોઈ એક વાનગીના મોહનું અલ્પત્વ કરતા હોય છે. આવી રહ્યો સહ્યો મોહ પણ તોડવા, સ્વાદેંદ્રિયને ખૂબ સંયમમાં લેવા મુનિ સંભોગના પચ્ચખાણ લે છે, આ પચ્ચખાણ લેવાથી તેઓ બીજાનું લાવેલું વાપરતા નથી, તે લેવાની ઇચ્છા પણ કરતા નથી, બીજાની સારી વાનગીનો સ્વાદ લેવાની વૃત્તિનો પણ ત્યાગ કરે છે, પોતાને સ્વાદિષ્ટ ભોજન મળે તેવી સ્પૃહા કરતા નથી. તેવી કલ્પના પણ કરતા નથી, બલ્બ જે કંઈ લુખો સુકો આહાર મળે તેમાં જ સંતુષ્ટ થઈ નિસ્પૃહભાવથી તેનો આહાર કરે છે. આમ ખાસ પ્રયત્ન દ્વારા સ્થવીરકલ્પી મુનિ જિનકલ્પી મુનિ થવા માટે પાત્રતા કેળવવા સ્વાદેંદ્રિયનો જય કરે છે. અને શ્રી પ્રભુનું વચન છે કે જે સ્વાદને જીતે છે તે અન્ય ઇન્દ્રિયો પર સહેલાઇથી વિજય મેળવી શકે છે. આમ પૂર્ણતાએ જિતેંદ્રિય થવા મુનિ સૌ પહેલા સ્વાદેન્દ્રિય પર સંયમ આણવા માટે પચ્ચખાણ કરે છે. આમ કરવાથી અમુક માત્રામાં આહાર મેળવવા માટે અન્ય મુનિઓ પર થોડા અંશે પણ આધાર રાખતા હતા, તે છોડી નિરાવલંબન થાય છે. તેની સાથે સાથે સંસારાર્થે નિરાવલંબન થયા હોવાથી તેમની સર્વકોઈ પ્રવૃત્તિ
૧૬૪