________________
કેવળી પ્રભુનો સાથ
રાખો છો, અને વળી વક્તામૌનીપણાથી રહિત પણ છો. એ અમારી સમજણમાં ખૂબ મુશ્કેલી ઊભી કરે છે.
સર્વ જિજ્ઞાસાનું સમાધાન આપનાર જિનદેવ ! તમે તો કરુણાના મોટા સાગર છો. તો પરમ કૃપા કરી અમારી સમજણને વિશુદ્ધ કરી, ભેદ રહસ્ય ખોલી અમને ઉપકૃત કરો. અમે સંગ્રહિત કરેલા સર્વ આવરણ માટે ખૂબ પશ્ચાતાપ કરી ક્ષમા માગીએ છીએ, આપના શરણે રહી અમારા આવરણો ત્વરાથી ક્ષીણ કરાવવા હ્રદયપૂર્વક વિનંતિ કરીએ છીએ.
હે શાસનપતિ! અમારા જ્ઞાનના આવરણો જલદીથી તોડવાની તાલાવેલી અને ઝંખના વધતાં જાય છે. જે વર્તનાથી અમે આ આવરણો બાંધ્યા હોય તે સર્વ વર્તનદોષની ફરી ફરી ક્ષમા માગીએ છીએ અને આવાં આવરણો ફરીથી બાંધ્યા ન કરીએ તે માટે સમજણની વિશુદ્ધિ યાચીએ છીએ. પ્રભુજી! આપની કૃપા થતાં એટલું તો સમજાય છે કે જીવ જ્યારે આત્મા સિવાયના પરપદાર્થમાં સુખબુદ્ધિ કરે છે, એટલે કે પરમાં સુખ રહેલું છે એવી ભાવનામાં રાચે છે ત્યારે વર્તતી પરની સુખબુદ્ધિને કારણે સાચી સમજણ પર આવરણ ચડે છે. આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં સુખ રહેલું છે એવી વૃત્તિમાં જવાથી આત્મસુખની બુદ્ધિને આડશ અપાય છે, અને તે સમ્યક્ત્તાનને આવરણરૂપ બની જ્ઞાનાવરણના બંધમાં વધારો કરે છે. આ સમજણ લાધતાં અમે બાંધેલા જ્ઞાનાવરણ તોડવા ઉત્સુક થયા છીએ; પરિણામે કરેલી ભૂલ માટે અમને ખૂબ પશ્ચાતાપ વર્તે છે, અને આવાં નવાં આવરણો બાંધવા નથી એ નિર્ણય દૃઢ થતો જાય છે. તો પ્રભુ! અમને શરણમાં રાખી આત્મસાધક પુરુષાર્થ કરાવો.
કલ્યાણમૂર્તિ જિન ! આપની કૃપાથી જ્ઞાનનાં આવરણ હળવાં થતાં જાય છે, અને જેમ જેમ સમજણ શુદ્ધ થતી જાય છે, તેમ તેમ અમારા પ્રશ્નોરૂપ કોયડા ઉકેલાતા જાય છે. તમારામાં વિરોધી જણાતા ગુણો વિરોધ વિના કેવી રીતે સમાઇ શકે છે તે સ્પષ્ટ થતું જાય છે, અને તે માટે આપનો ખૂબ ઊંડા ભાવથી ઉપકાર માની વંદીએ છીએ.
૨૮