________________
સમ્યકત્વ પરાક્રમ
આવી હળવાશનો અનુભવ સતત રહ્યા કરે એવા શુભ આશયથી મુનિને જે જે વસ્તુ મનનો ભાર કે બોજો વધારનાર લાગતી હોય, તે તે ન કરવાના નિયમ લેવાની ભાવના થાય છે. સાથે સાથે આત્માને બાંધનારા જે જે તત્ત્વો ગુરુગમથી સમજાતા જતાં હોય તેનો ત્યાગ કરવાની વૃત્તિ પણ વધતી જાય છે. પરિણામે તે ગુરુ સમક્ષ આવા કાર્યો ન કરવા માટે નિયમ – પચ્ચખાણ ગ્રહણ કરે છે. પચ્ચખાણ કરવા છઠું આવશ્યક છે. “પ્રત્યાખ્યાન (સંસારી વિષયોના ત્યાગ)થી જીવને શું મળે?' એવો પ્રશ્ન મૂકી ચૌદમાં સૂત્રમાં જણાવ્યું છે કે, “પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્યારોનો – કર્મબંધના રાગાદિ હેતુઓનો નિરોધ કરે છે.” પ્રત્યાખ્યાન એટલે જે વસ્તુ, પદાર્થ કે પ્રસંગ જીવને રાગદ્વેષ કે કર્માશ્રવ તરફ ખેંચી જાય છે તે ન કરવાનો નિયમ. જેમ જેમ જીવની કે મુનિની સમજણ વધતી જાય છે, તેમ તેમ તેને ખબર પડતી જાય છે કે પોતાને શું કલ્યાણરૂપ છે અને શું અકલ્યાણરૂપ છે. જે જે પદાર્થો આત્માના કલ્યાણ કરવામાં બાધારૂપ થાય છે, તે તે ન કરવાનો નિયમ રહી તે પદાર્થો ત્યાગતા જઈ કર્માશ્રવને રોકી આત્માના શુદ્ધિના માર્ગમાં પ્રગતિ કરતા જવી તે પ્રત્યાખ્યાન કહી શકાય.
આ પ્રકારે છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ, છએ આવશ્યકનું આરાધન કરતાં કરતાં સમકિતને વધારે ને વધારે શુદ્ધ કરતા જાય છે, અને આત્માના ગુણોને ખીલવતા જાય છે. આ ગુણોની ખીલવણી કરવામાં આડા આવતા પોતાના દોષોની મુનિ આલોચના કરે છે, નિંદા તેમજ ગહ કરે છે, અને પોતાની વિશુદ્ધિ વધારે છે. અને છએ આવશ્યકનો સાથ લઈ પાપ પ્રવૃત્તિથી સર્વથા નિવર્તવા માટે ઉપાયો યોજે છે. જે સમર્થ ગુરુએ કર્મથી મુક્ત થવાના, સમકિતનાં લક્ષણો ખીલવવાના ઉપાય સૂચવ્યા, અને જેનું પાલન કરવાથી સફળતા મળતી ગઈ, તે ગુરુ માટે તેને ખૂબ અહોભાવ અને પ્રેમભાવ વધે છે. પરિણામે તે ગુરુના અને ગુરુની ભેટ આપનાર શ્રી પ્રભુનો ઉપકાર માનવા ખૂબ ઉલ્લાસપૂર્વક ગુણગાન કરે છે. આવા ગુણગાન – સ્તુતિમંગલથી થતા ફાયદા પંદરમા સૂત્રમાં જણાવ્યા છે.
‘સ્તવ – સ્તુતિમંગળથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સમાધાન રૂપે કહ્યું છે કે, “સ્તવ – સ્તુતિમંગળથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ બોધિનો લાભ
૧૪૩