________________
સમ્યકત્વ પરાક્રમ
વધતી જતી હોવાથી જ્ઞાનાવરણનાં બંધન શિથિલ થાય છે, સ્વરૂપ ચિંતવનમાં એકાગ્રતા થવાથી મોહનીય દબાય છે તથા ક્ષીણ થાય છે, ગુરુનો આશ્રય સ્વીકારી અનુપ્રેક્ષા થતી હોવાથી તેનાં અંતરાય કર્મ ભસ્મીભૂત થતાં જાય છે, અને આવી સ્વલક્ષી પ્રવૃત્તિમાં પરલક્ષી પ્રવૃત્તિથી થતી એકેંદ્રિયાદિની હિંસા અલ્પ થતી હોવાથી દર્શનાવરણ કર્મ પણ ઓછું થાય છે. આ પ્રકારે અનુપ્રેક્ષા વખતે આત્મા અતિ મંદ કષાયી રહેતો હોવાથી આયુષ્ય વર્જિત ત્રણે અઘાતી કર્મો શુભ પ્રકૃતિનાં બંધાય છે. આ જાતની વર્તનાથી મુનિને ઘાતકર્મનાં ગાઢ બંધાયેલા કર્મો શિથિલ થાય છે, તે કર્મોનો રસ-અનુભાગ મંદ બને છે. ઘણા આત્મપ્રદેશો પર છવાયેલું કર્મ ક્રમથી અલ્પ અલ્પ પ્રદેશનું થતું જાય છે. અને ક્યારેક જ નવા આયુષ્યનો બંધ કરે છે. આવા અનુપ્રેક્ષાના સમયમાં જીવનો સમભાવ ઘણો વધતો હોવાથી મુનિને સંવર તથા નિર્જરાનું બળવાનપણું થતું જાય છે. પરિણામે પૂર્વસંચિત કર્મો ખરતાં જાય છે, નવીન કર્મબંધમાં અતિઅલ્પતા થાય છે, તેથી તે મુનિ ચતુર્ગતિરૂપ સંસાર અટવીથી છૂટી સ્વસુખના ધામમાં પહોંચી શકે છે.
આ બધાં ઉત્તમ ફળ “અનુપ્રેક્ષા' ના ફાયદા રૂપે જણાવેલ છે. પણ તેનો વાસ્તવિક વિચાર કરીએ તો સમજાય છે કે ઉત્તમ તત્ત્વની અનુપ્રેક્ષા સુધી પહોંચતા પહેલાં મુનિએ
સ્વાધ્યાય અને તેના અંગોમાંથી સક્રિય રીતે પસાર થવું જરૂરી છે. સ્વાધ્યાય અને તેના આનુષંગિક અંગો વાચના, પ્રતિપ્રચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષા કરવાથી ઉપર જણાવેલા ફળની પ્રાપ્તિ મુનિ કરી શકે છે. વિચારતાં એ તારણ નીકળે છે કે શુભ તત્ત્વના ચિંતનમાં ગરક રહેવાથી પૂર્વ કર્મની નિર્જરા વધે છે અને નવા કર્મનો આશ્રવ તૂટે છે. - આ બધી શુભપ્રવૃત્તિના પ્રભાવથી મુનિ આત્મદશામાં આગળ વધે છે. ત્યારે પોતાને જે અનુપમ તત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેનો લાભ અન્ય જીવોને પણ મળે એવા હેતુથી તેઓ ધર્મકથા કરે છે. જે સમ્યકુધર્મ પોતાને સમજાયો છે તે બીજાને સમજાવવો એ ધર્મોપદેશ અથવા ધર્મકથા છે. ધર્મકથા કરવાથી જીવને શું મળે છે?' એવો પ્રશ્ન ચોવીશમાં સૂત્રમાં પૂછી ઉત્તર આપ્યો છે કે, “ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા
૧૫૩