________________
કેવળી પ્રભુનો સાથ
સદુપયોગ કરી, પોતાના અનુગામીને તેનું દાન આપી પોતે અપરિગ્રહવત સાચી રીતે પાળી શકે છે.
ત્રીસમાં સૂત્રમાં ‘સુખશાતાથી અર્થાત્ વૈષયિક સુખોના ઇચ્છાના નિવારણથી જીવને શું મળે છે?' આ પ્રશ્નનું સમાધાન આ પ્રકારે આપ્યું છે, “સુખશાતાથી વિષયો તરફ અનાસક્તભાવ રહે છે, વિષયો તરફ અનઉત્સુક (અનાસક્ત) થવાથી જીવ અનુકંપાવાળો, પ્રશાંત, શોકરહિત બનીને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે.”
શિષ્યોને દોરવણી આપતાં અને આપ્યા પછી મુનિ સ્વમાં સતત એકાગ્ર રહેવા પ્રયત્નશીલ રહેતા હોય છે. તેથી તેઓ પાંચ ઇન્દ્રિય અને દેહની શાતાના ઇચ્છુક રહેતા નથી, તે શાતાની ઇચ્છા તેઓ ક્ષીણ કરતા રહે છે, અને શિષ્યોને એ માટે બોધતા પણ રહે છે. તે તેમની અનુકંપા છે.
આવી પ્રવૃત્તિ દ્વારા તેઓ પોતાની તેમજ શિષ્યોની સંસારી પદાર્થો પ્રતિની અનાસક્તિ વધારતા જાય છે. પરિણામે તેમની જીવન જરૂરિયાત ક્રમથી ઘટતી જાય છે, આ જરૂરિયાત નહિવત્ બનતાં તેની પ્રાપ્તિ માટે વેઠવા પડતા સંઘર્ષથી તેઓ છૂટતા જાય છે, પરિણામે તેઓ પોતાના આત્માની શાંતિ વેદવા માટે ભાગ્યશાળી બને છે – પ્રશાંત થાય છે. નિરાસક્ત મુનિ પ્રાપ્તિ અપ્રાપ્તિના કંઠથી છૂટવાને લીધે અકષાયી થવાથી શોકરહિત બને છે. પરિણામે પોતે આત્માના અદ્ભુત ગુણોનું વેદન કરે છે તે ગુણો સહુને પ્રાપ્ત હો, તેવી અનુકંપાબુદ્ધિ તેમનામાં વર્ધમાન થતી જાય છે. અને તેમનું ચારિત્ર મોહનીય આ વર્તનાથી ત્વરાથી ક્ષીણ થતું જાય છે.
મુનિને સંસારી પદાર્થોમાં “અનાસક્તિભાવ રહે છે તેનું ફળ શું મળે?” એવા સવાલના જવાબરૂપે સૂત્ર એકત્રીસમાં જણાવ્યું છે કે, “અપ્રતિબધ્ધતાથી જીવ નિ:સંગ બને છે. નિઃસંગ થવાથી જીવ એકાકી – આત્મનિષ્ઠ બને છે, એકાગ્રચિત્ત હોય છે. દિવસ રાત, સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિબધ્ધ થઈને વિચરે છે.”
મુનિને સંસારી પદાર્થો ભોગવવાની વૃત્તિ છૂટી જતાં અપ્રતિબદ્ધ થાય છે, અલ્પ કે નહિવતું બંધન કરનાર થાય છે. જ્યાં સુધી સંસારી પદાર્થો ભોગવવાની વૃત્તિ
૧૬૦