________________
સમ્યકત્વ પરાક્રમ
મુનિમાં હોય છે, ત્યાં સુધી તે સૂક્ષ્મ ભાવો પૂરા કરવા જે પ્રવૃત્તિ થાય છે, તેનાથી થતાં બંધન મુનિએ સ્વીકારવાં પડે છે. પણ જ્યાં એ વૃત્તિ ક્ષીણ થાય છે ત્યાં આસક્તિ તૂટી જવાને કારણે તેવા પદાર્થોનો સંગ પણ મુનિને અસહ્ય થતો જાય છે. એટલે એવા પદાર્થોના નિમિત્તમાં પણ ન આવવું પડે એવી જાતની વર્તન મુનિ સ્વીકારતા જાય છે. પરિણામે મુનિ નિ:સંગ બની એકાંતમાં જ આત્મારાધન કરવા અને સ્વનું સુખ માણવા ઉત્સુક રહે છે. પરિણામે જે અલ્પ બંધન થાય છે તેની નિવૃત્તિ પણ કઈ રીતે ત્વરાથી થાય તેની ચિંતનામાં તથા આત્મસુખની અનુભૂતિમાં સતત રહેવાની ભાવનામાં તેઓ એકાગ્ર તથા નિમગ્ન થતા જાય છે. આથી તેમને જે કોઈ ઉદયગત પ્રવૃત્તિમાં જોડાવું પડે છે તે પણ પૂર્વકર્મથી નિવૃત્ત થવા માટે અને નવાં બંધની અલ્પતા કરવા જ હોય છે. આમ પોતાની સ્વાર કલ્યાણની ભાવના ઉત્તુંગ કરી મુનિ સતત વિરક્ત અને અપ્રતિબદ્ધ થઈને એકાંતમાં રહેવાની પ્રવૃત્તિ વધારતા જાય છે. તેમની આ વર્તના તેમને સ્વવીરકલ્પી દશામાંથી જિનકલ્પી દશામાં લઈ જાય છે. જ્યાં સુધી મુનિને આત્મઆરાધન કરવા માટે અન્ય મુનિ આદિના સંગની જરૂર રહે છે ત્યાં સુધી તેઓ અન્ય મુનિના સંગમાં રહે છે. અને એ વખતે તેઓ અન્ય મુનિઓની વૃત્તિને પોતાનાં બંધન ન વધારવા માટે અનુકૂળ થઈને વર્તે છે, પણ જ્યારે પોતાની અસંગતા વધે છે, આત્મદશા ઊંચી થાય છે ત્યારે આવા મુનિ સત્ નિમિત્તોનો પણ ત્યાગ કરી, એકાંત દશા સ્વીકારી જિનકલ્પી મુનિ રૂપે વિચરે છે.
પૂર્વબંધન તોડવા અને નવીન બંધન ન થાય એ રીતે જીવવા મથતા મુનિને જો જગતજીવોના સંપર્કમાં સતત રહેવું પડે, તો તેમની ભાવનાની સાચવણી કરવા તેમને અમુક પ્રકારનાં બંધનમાં જવું પડે છે. આ બંધન અવસ્થા મુનિને જ્યારે અળખામણી થઈ પડે છે ત્યારે તેનાથી બચવા મુનિ એકાંત નિર્જન સ્થાનના વાસને પસંદ કરે છે, જેથી કોઈના પણ સંપર્કમાં તેમને રહેવું પડે નહિ. આ ઇચ્છીત એકાંતવાસનું ફળ પૂછતો પ્રશ્ન બત્રીસમાં સૂત્રમાં પૂછાયો છે. વિવિક્ત શયનાસનથી જીવને શું મળે? તેનો જવાબ છે, “વિવિક્ત શયનાસન અર્થાત્ જનસંમર્દથી રહિત એકાંત સ્થાનમાં વાસ કરવાથી જીવ ચારિત્રરક્ષા કરે છે. ચારિત્રરક્ષાથી વિવિક્તાહારી (વાસનાવર્ધક પૌષ્ટિક
૧૬૧