________________
કેવળી પ્રભુનો સાથ
જઈ, કર્મબંધ તોડી શકે છે. ધર્મની શુભ પ્રવૃત્તિમાં મન એકાગ્ર થવાથી, કષાયો મંદ થાય છે, મંદકષાયથી શુભ કર્મબંધ થાય છે. અને ચિત્ત અયોગ્ય જગ્યાએ જતું અટકી જતાં અશુભ કર્મબંધ થતાં વિરામ થાય છે.
આ રીતે ચિત્તનો નિરોધ કરવાથી, મનમાં જન્મતી ઇચ્છાઓ શાંત થતી જાય છે, અલ્પ થતી જાય છે. પરિણામે જીવ જે જે પ્રવૃત્તિથી આત્માને વિશેષ બંધન થાય તે તે પ્રવૃત્તિઓનો ત્યાગ વધારતો જાય છે. બંધન વધે એવી જાતની પ્રવૃત્તિઓ ઇચ્છાપૂર્વક રોકવી તેનું નામ સંયમ. આવો સંયમ ઉત્કૃષ્ટતાએ પાળવા ઉત્સુક મુનિ સંયમબોધ પણ શ્રુતની સમજણમાં સમાવે છે. જે શ્રોતા અવધારીને ઉપયોગમાં લે છે. “સંયમથી જીવને શું મળે છે?” એવો પ્રશ્ન સૂત્ર ૨૭માં પૂછી ઉત્તર કહેવાય છે કે, “સંયમથી આશ્રવનો નિરોધ થાય છે.”
વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી એ સંયમ છે, બીજી રીતે કહીએ તો જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ સંયમ છે. ઇન્દ્રિયોને સ્વરૂપદર્શનનાં કાર્ય માટે રોકવી, અને એ મનના અનુમોદન સહિત; એમ કરવાથી આવતાં કર્મો રોકાઈ જાય છે. ટૂંકમાં કહીએ તો સંયમ ધારણ કરવાથી આત્મા પર વધતાં કર્મોની સંખ્યા, નિર્જરા પામતા કર્મોની સંખ્યા કરતાં ઘણી નાની થતી જાય છે. પરિણામે આત્મા પરનો કર્મનો ભાર હળવો થતો જાય છે. ભગવાને આ સંયમ સત્તર પ્રકારે છે એમ જણાવ્યું છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને ચાર કષાયનો જય કરવાના પુરુષાર્થમાં સાચો સંયમ કેળવાતો જાય છે.
સંયમથી, કર્મોનો સંવર કરવાથી કર્માશ્રવ ઘટે છે, એ સમજણ આવતાં, તેથી આગળની સ્થિતિ મેળવવા કે અણસમજમાં એકત્રિત કરેલા અનંતાનંત કર્મોની નિર્જરા વધારવા શું કરવું જોઇએ? જો એક પછી એક એમ ઉદિત થતાં કર્મોને ભોગવી નિવૃત્ત કરવા જતાં તો ઘણો કાળ વહી જાય. તો અલ્પકાળમાં કર્મની નિર્જરા કરવા શું ઉપાય કરવો ઘટે તેવી જીવની જિજ્ઞાસા બળવાન થઈ જાય છે. જો પૂર્વબધ્ધ કર્મને ત્વરાથી નિવૃત્ત કરી, અલ્પકાળમાં તીવ્ર મુમુક્ષુએ મોક્ષપ્રાપ્તિ કરવી હોય તો શું કરવું
૧૫૬