________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે, અને પ્રવચન (શાસન તથા સિદ્ધાંત) ની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભવિષ્યમાં શુભ ફળ આપનાર કર્મનો બંધ કરે છે.”
છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતા મુનિ સ્વરૂપમાંથી બહાર આવે ત્યારે સ્વરૂપમાં ફરીથી રમમાણ ત્વરાથી થવાય તે માટે, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદણા, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, નિંદા, ગહ, સ્તુતિમંગલ, સ્વાધ્યાય આદિ અનેક શુભ પ્રવૃત્તિ આદરે છે. આમાંની લગભગ બધી પ્રવૃત્તિઓ મુનિ સ્વકલ્યાણ માટે કરતા હોય છે. જે પોતાને પ્રાપ્ત થયું છે તેનો લાભ અન્ય જીવોને પણ પ્રાપ્ત થાય એવા હેતુથી મુનિ વાચના, ધર્મકથા, આદિ પ્રવૃત્તિ પરના કલ્યાણ અર્થે કરે છે. વાચના આપે ત્યારે ન સમજાતાં સૂત્રોના અર્થ મુનિ સમજાવે છે, જે સ્વપરના જ્ઞાનાવરણ તોડવામાં સહાયકારી થાય છે, ત્યારે ધર્મકથા અનેક અપેક્ષાથી સામા જીવને ધર્મમાં સ્થિર તથા દઢ કરવા માટે કરવામાં આવે છે. આમ કરવાથી શાસનની પ્રભાવના થાય છે. જે શાસનના શરણે પોતે છે, તે શાસનનો જયજયકાર ચોમેર થાય, ફેલાવો વધે એવી પ્રવૃત્તિ ધર્મકથા તથા ધર્મોપદેશ દ્વારા કરવામાં આવે છે. તેથી પૂર્વસંચિત અનેક કર્મોની નિર્જરા થાય છે અને ભવિષ્યમાં શુભફળ આપનાર કર્મો બંધાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ માટે આ પ્રવૃત્તિ યોગ્ય કહી છે કેમકે તે દશાએ મુનિ પ્રબળ શુભ ભાવમાં આજ્ઞાથી પ્રવર્તતા હોવાથી અનેક જીવોને ધર્મસન્મુખ કરી શકે છે.
ધર્મભાવમાં રમતા મુનિ શ્રુતનું આરાધન, મનની એકાગ્રતા, સંયમ, તપ તથા વ્યવદાનના નિમિત્તથી પોતાના ચારિત્રની ખીલવણી કેવી રીતે કરે છે, તથા જેને ધર્મબોધ આપવાનો છે તેવા શ્રોતાઓને તેનાથી કેવી રીતે લાભ થાય છે, તેની સમજણ સૂત્ર પચ્ચીસથી ઓગણત્રીસમાં અપાઈ છે. મુનિ પોતે તો આ તત્ત્વોનું આરાધન કરતા જ હોય છે, અને ધર્મસન્મુખ થતા જીવોને એનું આરાધન કેવી રીતે વિશેષ ઉપકારી થાય તેની સમજણ ધર્મોપદેશ કે ધર્મકથામાં સમાવે છે. “શ્રુતના આરાધનથી જીવને શું મળે?' એવા પચ્ચીસમા સૂત્રના પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું છે કે, “શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાન દૂર કરે છે, અને ક્લેશ પામતો નથી.” શબ્દ દ્વારા કાનથી સાંભળવું એટલે શ્રત. વળી, મહા પુરુષોના અનુભવથી ભરેલા લખાયેલાં વચનો વાંચવા કે
૧૫૪