________________
સમ્યકત્વ પરાક્રમ
સાંભળવાં તે પણ શ્રુત કહેવાય છે. આથી જે શાસ્ત્રોમાં શ્રી પ્રભુનાં વચનો સંગ્રહિત થયાં હોય છે તેવાં આગમ સૂત્રો પણ શ્રુતમાં સમાવેશ પામે છે, સાથે સાથે અન્ય મહામુનિઓના રચેલાં શાસ્ત્રો પણ શ્રુત તરીકે સમાવેશ પામે છે.
આવા ઉત્તમ શ્રતનું અધ્યયન કરી, તેમાંના અનુભવથી લદાયેલા વચનોનો અભ્યાસ કરી, પોતામાં રહેલાં અજ્ઞાનને મુનિ ક્ષીણ કરતા જાય છે. સાથે સાથે આચારને લગતી તથા આત્માનાં તત્ત્વને લગતી અણસમજ દૂર થતી જતી હોવાથી, મુનિના મનમાં રાગદ્વેષરૂપ શ્લેષ ઉત્પન્ન થતો હોય તે શાંત થતો જાય છે. સાચી સમજણ વધતાં આત્માનાં કષાયો શાંત થતા જાય છે, અનુભવાતો ક્લેશ સમાઈ જાય છે. અને આવા ઉપશાંત કષાય સાથે જ્યારે મુનિ લોકોને બોધ આપે છે ત્યારે મુનિથી નીપજતા કલ્યાણભાવના સ્પર્શથી આકર્ષાઈ, સમજણ ગ્રહણ કરતાં કરતાં પોતાના ક્લેશ અને કષાયોને શ્રોતાગણ શાંત કરતા જાય છે.
એ જ પ્રમાણે “મનની એકાગ્રતા કેળવવાથી જીવને શું મળે?' એવો પ્રશ્ન લઈ, છવ્વીસમાં સૂત્રમાં અનુસંધાન કર્યું છે કે, “મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે.” સામાન્યપણે સંસારી જીવોનું, છદ્મસ્થ જીવોનું મન ચંચળ રહે છે, અનેક પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે અનેક ભાવોમાં રમતું રહે છે. આ મન જેમ જેમ માંકડાની જેમ ઉલળે છે, તેમ તેમ વિભાવભાવનું બળવાનપણું થતાં કર્મોનો અનેકધા આશ્રવ થતો રહે છે. અને જીવોનો સંસાર વધતો રહે છે. તેવા સંજોગોમાં શ્રુતના આરાધનથી મુનિ સાચી સમજણ લઈ, અજ્ઞાનનો ત્યાગ કરી, શાંત બની, પોતાના મનની એકાગ્રતા કેળવવામાં સફળ થાય છે. મન એકાગ્ર થવાથી, એક જગ્યાએ પોતાના ધ્યેયમાં કેંદ્રિત થવાથી તેનું અન્ય પદાર્થોમાં ભમવાનું અટકી જાય છે. તેનું મૂળ કારણ છે સાચી સમજણ – આત્માને શુદ્ધ કરવાની તાલાવેલી. આ તાલાવેલીનો આધાર લઈ, મુનિ મનને એકાગ્ર કરી, શાંત અને સ્થિર થાય છે. તે સ્થિરતાથી ભરેલી સ્થિતિમાં મુનિ જનસામાન્યને ઉપદેશ આપી, પોતાની સ્થિરતા અવિરતપણે મુદ્રાદિ દ્વારા પ્રગટ કરી, લોકોને પણ મનને અંકુશમાં રાખવાથી થતા લાભો વિશદતાથી સમજાવે છે. આ રીતે વક્તા શ્રોતા બંને ધર્મપ્રવૃત્તિમાં એકાગ્ર થઈ, સાંસારિક વિષયોમાં ભટકતા અટકી
૧૫૫.