________________
કેવળી પ્રભુનો સાથ
બાવીસમા સૂત્રમાં પરાવર્તન થી જીવને શું મળે?' એ પ્રશ્ન પૂછી, તેનો ઉત્તર કહ્યો છે કે, “પરાવર્તનાથી અર્થાત્ પતિ પાઠના પુનરાવર્તનથી વ્યંજન (શબ્દપાઠ) સ્થિર થાય છે. અને જીવ પદાનુસારિતા વગેરે વ્યંજનલબ્ધિ પામે છે.” જે તત્ત્વ સમજાય ખરું, પણ તે સર્વાગે મનમાં ઠસી ન જાય કે જચી ન જાય ત્યાં સુધી, તેનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે; એટલે કે વારંવાર વાંચવામાં અને વિચારવામાં આવે તો તે બધી અપેક્ષાના અર્થ સહિત સ્મૃતિમાં રહી જાય છે. અને આ વિશેષ સમજણનો ઉપયોગ સ્વપરનાં આવરણ તોડવામાં થઈ શકે છે. આ રીતે સ્વાધ્યાય, વાચના અને પ્રતિપ્રચ્છના સાથે ‘પરાવર્તના' હોવી એ ખૂબ જરૂરી તત્ત્વ છે.
શાસ્ત્ર તેમજ સૂત્રાદિ વાંચવા તેમજ સમજવા પ્રયત્ન કરવો તે છે સ્વાધ્યાય, તેમાંથી પોતાને સમજાયેલું બીજાને સમજાવવા માટે મદદરૂપ થવું તે વાચના, જે પોતાને સમજાતું નથી તે સમજવા માટે જાણકારને પૂછવું તે પ્રતિપ્રચ્છના, અને સમજેલું તથા પૂછેલું વારંવાર વાંચીને સ્મૃતિમાં ઠસાવવું તે પરાવર્તના. આ રીતે જાણેલું, સમજેલું વારંવાર ચિંતવવું, તેનું યોગ્ય રીતે મનન કરવું અને તેની યથાર્થતા તથા ઊંડાણ વિશેષતાએ ગ્રહણ કરવાં તેનું નામ “અનુપ્રેક્ષા'. આ પ્રકારની “અનુપ્રેક્ષાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સમાધાનરૂપે ત્રેવીસમા સૂત્રમાં જણાવ્યું છે કે, “અનુપ્રેક્ષાથી – સૂત્રાર્થનું ચિંતન-મનન કરવાથી જીવ આયુષ્ય કર્મ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાત કર્મોની પ્રકૃતિના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. તેના તીવ્ર રસાનુભાવને મંદ કરે છે. બહુ કર્મપ્રદેશને અલ્પ કર્મપ્રદેશ કરે છે. આયુષ્ય કર્મનું બંધ કદાચિત કરે છે, કદાચિત નથી કરતો. અસતાવેદનીય કર્મનો ફરી ફરી ઉપચય નથી કરતો. જે સંસારઅટવી અનાદિ અનંત છે, દીર્ઘ માર્ગ છે, જેમાં નરકાદિ ગતિરૂપ ચાર અન્ત (અવયવો છે, તેને જલ્દીથી પાર કરે છે.”
જે સાચું છે, સારું છે અને આત્મવિકાસ માટે ઉપકારી છે તેવા શાસ્ત્ર, સૂત્ર પાઠના અર્થનું ચિંતવન, મનન અનુપ્રેક્ષણ કરવાથી મુનિ અયોગ્ય ભાવ અને અયોગ્ય પ્રવૃત્તિ કરતાં અટકી જાય છે; શુદ્ધ ચિંતન મનનમાં એકાગ્ર થઈ પોતાના કષાયને અતિ મંદ કરી અંતરંગ શુભભાવમાં કેંદ્રિત થાય છે. આનું પરિણામ એ આવે છે કે સમજણ
૧૫૨