________________
કેવળી પ્રભુનો સાથ
પોતાનાં જ્ઞાનનાં આવરણો ઘટાડી શકે છે. તેની પાછળનું રહસ્ય એ છે કે, મુખ્યતાએ સંસારી પદાર્થોમાં સુખબુદ્ધિ કરવાથી અને તે કારણે જ્ઞાન તથા જ્ઞાનીની અશાતના ક૨વાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જીવ જ્યારે ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરે છે ત્યારે તેમાં જે અનુભવમૂલક ઉત્તમ જ્ઞાનસામગ્રીનો તેને પરિચય થાય છે ત્યારે તેને તે જ્ઞાન તથા જ્ઞાની માટે બહુમાન થાય છે, એટલે કરેલી અશાતનાનો પશ્ચાતાપ થતાં આવરણ હળવું બને છે, અને સાથે સાથે મળેલી સમજણના આધારે તેની સંસારી પદાર્થો પ્રતિની સુખબુદ્ધિ ઘટે છે, એટલે કે એ ક્ષણિક પદાર્થોની આસક્તિ તૂટતાં તેનું તુચ્છપણું અનુભવાતાં જ્ઞાનાવરણ મહદ્ અંશે ક્ષીણ થાય છે.
પરંતુ સ્વાધ્યાય કરતી વખતે બધાની સમજણ એકસરખી હોતી નથી, જ્ઞાનાવરણના ક્ષયોપશમ તથા પુરુષાર્થ અનુસાર સમજણની તરતમતા રહે છે. જેને ઓછું સમજાયું હોય તેને વિશેષ સમજણ પામનાર “વાચના” આપે એટલે કે તેને વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કરી, તેની સમજણ વધારવામાં સહાયરૂપ થાય છે. આવી ‘વાચના (અધ્યાપન) થી જીવને શું ફળ મળે છે?' તેવા પ્રશ્ન અને તેના ઉત્તરથી વીસમું સૂત્ર રચાયું છે. “વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી તીર્થધર્મનું અવલંબન કરે છે. ગણધરોની જેમ જિજ્ઞાસુ શિષ્યોને શ્રુત આપે છે. તીર્થધર્મનું અવલંબન લઈને કર્મોની મહાનિર્જરા કરે છે. અને મહાપર્યવસાન (સંસારનો અંત) કરે છે.”
એક મુનિ બીજા મુનિને વાચના આપે છે, ત્યારે પોતાની સમજણ વિશેષથી બીજા મુનિને તે જ્ઞાનનો ઉઘાડ કરવામાં મદદ કરે છે; અને એ રીતે તેમનું જ્ઞાનાવરણ કર્મ દૂ૨ ક૨વામાં નિમિત્ત થાય છે, આથી વાચના આપનાર મુનિને, પોતે પૂર્વકાળમાં અણસમજ કે અસાવધાનીને કારણે શ્રુતજ્ઞાનના જે દોષ કર્યા હોય તેની નિર્જરા થાય છે, જ્ઞાનનો ક્ષયોપશમ વધે છે. પરિણામે શ્રી સર્વજ્ઞ પ્રભુનો બોધ વિશેષ વિશેષ આત્મસાત તેઓ કરી શકે છે. વળી, મુનિ અન્ય મુમુક્ષુ જનોને પણ સાચી સમજણ આપી સ્વપરનાં જ્ઞાનદોષ ઘટાડતા જાય છે. આમ તેમને જે છઠ્ઠું ઉપદેશક ગુણસ્થાન મળ્યું છે તેને સાર્થક કરે છે. અને શાસ્ત્ર સૂત્રોની ઊંડી સમજણ આપી, તેનો જીવનમાં
૧૫૦