________________
સમ્યકત્વ પરાક્રમ
સદુપયોગ કરી મુનિ પોતાનાં અને શિષ્યોનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવામાં અગ્રેસરતા લાવી શકે છે.
પોતે મેળવેલી સત્ય સમજણનો લાભ અન્ય જીવોને આપવો, અને તેમનાં જ્ઞાનદર્શનનાં આવરણો ક્ષીણ કરવામાં નિમિત્તરૂપ થવું એ “વાચના” આપનાર મુનિનું કર્તવ્ય છે. પરંતુ ઘણીવાર આવો સ્વાધ્યાય કરતાં કરતાં કેટલીક વખત એવું થાય છે કે વાચના આપનારને પણ કેટલીક ગૂઢ રહસ્યની વાતો સ્પષ્ટપણે સમજાતી નથી. આવા સમયે તે મુનિ પોતાનાં માનને મોડી, પોતાના ગુરુ કે જે યથાર્થ સમજણ આપવા શક્તિમાન હોય તેવા જ્ઞાતા પાસે પોતાની આશંકા જિજ્ઞાસારૂપે રજુ કરી, સમાધાન પામવાની ઇચ્છા રાખવી તે ‘પ્રતિપ્રચ્છના છે. પ્રતિપ્રચ્છનાથી જીવને શું મળે ?' એવા પ્રશ્નની સમજણ એકવીસમી સૂત્રમાં આ પ્રમાણે આપી છે, “પ્રતિપ્રચ્છનાથી (પૂર્વ પાઠિત શાસ્ત્ર વિશે શંકા નિવૃત્તિ માટે પ્રશ્ન પૂછવાથી) જીવ સૂત્ર, અર્થ અને તે બંને સંબંધી કાંક્ષામોહનીય (સંશય)નું નિરાકરણ કરે છે.”
પ્રતિપ્રચ્છનાથી જીવનું માન તૂટે છે, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધે છે, અને તેના અનુસંધાનમાં તેનો વિનય વધતો જાય છે. આ ત્રણેનો સરવાળો એટલે કાંક્ષા મોહનીયનું નિરાકરણ. જ્યાં સુધી મનમાં ઊઠેલી આશંકાઓ સમાધાન પામતી નથી, ત્યાં સુધી અંત:કરણમાં ઉત્તમ શ્રદ્ધાન નીપજતું નથી. એ ભાગ પૂરતું અશ્રદ્ધાન થાય છે, તેને લીધે અંતરાયનું આવરણ બંધાય છે, અને સમજણના અભાવથી ખોટી રીતે મોહજાળમાં ફસાઈ જવાય છે. આમ ન થવા દેવા મુનિ યોગ્ય વિનયથી આશંકાનું સમાધાન મેળવી લે છે.
સ્વાધ્યાય અને વાચના દ્વારા મુનિ સમજણ ગ્રહણ કરે છે. તેમને જે સમજાતું નથી તે પોતાના ગુરુ કે આચાર્ય પાસેથી ‘પ્રતિપ્રચ્છના' દ્વારા સમજી લે છે. પણ ત્યાં સાચી કાર્યસિદ્ધિ થતી નથી. જે બધું જાણ્યું તે આટલેથી આત્મસાત થતું નથી, ઘણીવાર તે વિસ્મૃત પણ થઈ જાય છે; વિસ્મૃત થયેલા જ્ઞાનનો સાચો ઉપયોગ થઈ શકતો નથી, તેના નિવારણ માટે, જ્ઞાનને વિસ્મૃત ન થવા દેવા માટે શ્રી પ્રભુએ ‘પરાવર્તના” કરવાનો ઉપાય સૂચવ્યો છે.
૧૫૧