________________
સત્તરમા સૂત્રમાં શિષ્ય ગુરુને પૂછે છે કે, ‘ભન્તે! પ્રાયશ્ચિતથી (પાપકર્મની તપથી વિશુદ્ધિથી) જીવને શું મળે?' તેના સમાધાનરૂપે ગુરુએ આ પ્રમાણે જણાવ્યું છે, “પ્રાયશ્ચિતથી જીવ પાપકર્મ દૂર કરે છે, અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સારી રીતે પ્રાયશ્ચિત કરનાર સાધક માર્ગ (સમ્યક્ત્વ) અને માર્ગફળ (જ્ઞાન)ને નિર્મળ કરે છે. આચાર અને આચારફળની (મુક્તિની) આરાધના કરે છે.”
સમ્યક્ત્વ પરાક્રમ
છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ યથાશક્તિ આચાર વિચારની શુદ્ધિ તો પાળે જ છે. તેમ છતાં તેમનાથી જો કોઈ દોષ થઈ જાય તો તે દોષનું ફળ ઉદયકાળ આવતાં મોટાસ્વરૂપે ચડેલા વ્યાજ સહિત ભોગવવું પડે છે, વળી આ દોષથી બંધાયેલી પરમાર્થ અંતરાય પણ સાધનામાં મુનિને મોટો વિક્ષેપ કરે છે, પરિણામે મુનિનો એટલો સંસા૨વાસ વધી જાય. વળી, મુનિને એ લક્ષમાં હોય છે કે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો ભોગવવા માટે જીવને શ્રી પ્રભુનું રક્ષણ માગે તો મળી શકે છે, પણ આત્મદશાવાન જીવને સમજણની સાથે બંધાયેલા દોષના ભોગવટા માટે એ પ્રકારનું રક્ષણ મળતું નથી. તેથી કરેલાં કર્મબંધ લાંબા ગાળે વિપાકોદય પામે, અને તે વખતે પ્રભુતરથી યથાયોગ્ય રક્ષણ પણ મળે નહિ, એવા સંજોગમાં કર્મફળ નિવૃત્ત કરવું ખૂબ કઠણ થઈ જાય. આ પરિસ્થિતિનો લક્ષ રહેવાથી મુનિને કરેલા દોષ માટે ખૂબ પશ્ચાતાપ થાય છે. તેમનું મન ખેદથી ભરાઈ જાય છે અને પ્રભુને પ્રેમપૂર્વક આ સ્થિતિથી બચાવવા વિનંતિ કરે છે. પરમ કરુણા કરી શ્રી પ્રભુ તેમને “પ્રાયશ્ચિત” ની યોજના આપે છે.
-
પ્રાયશ્ચિત એ છ પ્રકારનાં આંતરતપમાં સૌ પ્રથમ તપ છે. તે તપમાં જીવ પોતાથી થયેલા દોષનો મનથી ખૂબ પશ્ચાતાપ કરે છે, ખૂબ ખેદ વેદે છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે વર્ણવી, તેનાથી નિવૃત્ત થવા દોષને અનુરૂપ શિક્ષા કરવાની વિનંતિ કરે છે. પોતે જે દોષ કર્યો છે તેવો દોષ ફરીથી ક્યારેય ન થાય એવા ભાવથી શિક્ષા સ્વીકારી, તપશ્ચર્યા કરે છે. આ પ્રકારે કરેલા આંતરબાહ્ય તપના પ્રભાવથી ભવિષ્યમાં ભોગવવી પડે એવી મોટી કઠણાઈ, મુનિ પોતાની ઇચ્છાનુસાર વર્તમાનમાં ઉદેરી આણી વિપાકોદય અને સાથે સાથે પ્રદેશોદયથી ભોગવી નિર્જરાવી નાખે છે. મુનિ આવા
૧૪૭