________________
સમ્યકત્વ પરાક્રમ
વેદનીયનો થતો આશ્રવ એવડું મોટું રૂપ ધારણ કરે છે કે તેના પરિણામે તે મુનિએ આ શુભ કર્મો ભોગવવા વૈમાનિક દેવરૂપે ઉપજવું પડે છે. અન્ય મુનિઓકે જેમને સંસારી શાતાનું આકર્ષણ નહિવત્ થઈ ગયું હોય છે, તેઓ જ્યારે શુક્લધ્યાનમાં જાય છે ત્યારે અશુભ કર્મોની સાથે શુભ કર્મો પણ બાળી શકે છે, આમ તેમનાં પુણ્યકર્મનો જથ્થો ઘટે છે, અને શાતાનું આકર્ષણ રહ્યું ન હોવાથી નવો શુભનો આશ્રવ પણ બહુ ઓછો થાય છે. વળી, જ્યારે તેઓ શુક્લધ્યાનની બહાર આવે છે ત્યારે ઘટેલા કર્મભારને કારણે તેઓ કરવી પડતી પ્રવૃત્તિઓ નિર્લેપભાવે કરી શકે છે, અને તેમ કરવામાં નવો આશ્રવ નહિવત્ થાય છે અને પૂર્વ કર્મની નિર્જરા અસંખ્યગણી થતી હોવાથી આત્મા ઘણી ઘણી ત્વરાથી હળવો થાય છે. આ રીતે સર્વકર્મ ક્ષય થાય ત્યારે તે મુનિ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
જે ગુરુદેવનું શરણ લઈ જીવ આત્મવિકાસ કરે છે, તેમની આજ્ઞા અનુસાર વર્તન કરી પોતાનો કર્મભાર ઘટાડે છે. અને તે સર્વ વર્તના કાળનું પ્રમાણભાન રાખીને કરવાથી, મુનિને ઘણો વિશેષ લાભ થાય છે. શુક્લધ્યાનની બહાર નીકળ્યા પછીની સર્વ શુભ પ્રવૃત્તિઓ કરવામાં સમયભાન જાળવવું ખૂબ જરૂરી છે. નિયત સમયે નિયત વસ્તુઓ થતી જાય, નિયમિતપણે થતી જાય તો કાર્યની સિદ્ધિ કરવામાં ઘણી સુવિધા રહે છે, કારણ કે નિયમિતપણે કરેલું નાનું કાર્ય પણ લાંબા ગાળે મોટી સિદ્ધિને આપે છે, આ સિદ્ધાંતની સમજણ સોળમાં સૂત્રના ‘કાળની પ્રતિલેખનાથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના સમાધાનરૂપે જણાવ્યું છે કે, “કાળની પ્રતિલેખનાથી (સ્વાધ્યાય વગેરે ધર્મક્રિયા માટે ઉપર્યુક્ત સમયનું ધ્યાન રાખવાથી) જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.”
મુનિ અવસ્થામાં જીવ આહાર, વિહાર, નિહાર, સ્વાધ્યાય, ધ્યાન, ઉપદેશ આદિ સર્વ ક્રિયાઓ માટે નિયમિતપણું જાળવે એ ખૂબ ઉપકારી છે. જેમકે એક કાર્ય નિયમિતપણે એક સમયકાળે કરે તો જીવને એની ટેવ પડી જાય છે. ઉદા. ત. સવારમાં સ્વાધ્યાયનો સમય ગોઠવ્યો હોય તો મુનિ જાગતાંની સાથે જ જગતજીવોની ક્ષમાપના લઈ, મનને સ્વાધ્યાયમાં જોડે છે. આ રીતે રોજ વર્તવાથી મનને એવી
૧૪૫.