________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિના લાભથી યુક્ત જીવ અન્તક્રિયા (મોક્ષ) અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે.”
ગુરુએ કરેલા ઉપકાર અને પ્રભુએ વરસાવેલી કૃપા તરફનો અહોભાવ મુનિ વ્યક્ત કરે તે સ્તુતિ મંગલ છે. મંગલ એટલે કલ્યાણકારી કે હિતકારી. અને સ્તુતિ એટલે પ્રશંસા. પ્રભુની કૃપાથી પોતાનું જે કલ્યાણ થયું છે તે પ્રત્યેની પોતાની પ્રશંસા વ્યક્ત કરવી તે સ્તુતિમંગલ. આવા સ્તુતિમંગલ ગાતી વખતે પ્રભુ અને ગુરુ પ્રતિ ખૂબ અહોભાવ વેદાતો હોવાથી, મુનિના પરિણામ ખૂબ ઉલ્લસિત થાય છે. આવા ઉલ્લાસ પરિણામ થાય ત્યારે પ્રભુએ પોતા પર જે ઉપકાર કર્યા છે, તેની સમજણ ખૂબ ઊંડી થતી જાય છે, અને તેના થકી તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની નિર્મળતા થતી જાય છે. પ્રભુના ગુણોમાં સાનંદ એકરૂપ થવાય ત્યારે સંસારની સુખબુદ્ધિ નીકળી જાય છે, પરિણામે મુનિને જ્ઞાનના આવરણો બંધાતા નથી અને જ્ઞાનની ખીલવણી થાય છે. વળી, એ ભાવમાં એકાકાર થવાથી અસંશી જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ બંધ થઈ જાય, અને દર્શનાવરણનું બંધન અલ્પ થવાથી દર્શનનો પણ ઉઘાડ થાય છે. વળી, આવા ભાવની એકાકારતામાંથી મુનિ બહાર આવે ત્યારે પૂર્વ ભાવોના પ્રભાવથી મુનિ પ્રશસ્ત પ્રવૃત્તિઓમાં નિમગ્ન થાય છે, તે તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને નિર્મળ કરે છે, અર્થાત્ તેમના બોધસ્વરૂપને વિસ્તૃત કરે છે. બોધસ્વરૂપ એટલે મળેલી જ્ઞાનદર્શનની વિશુદ્ધિને ચારિત્રની નિર્મળતામાં પરિણમાવવી. આમ થવાથી મુનિના અશુભ કર્મો ક્ષય થતા જાય અને શુભ કર્મો વધતા જાય છે. આવા શુભ કર્મના ફળરૂપે મુનિને વૈમાનિક દેવની ઋદ્ધિ મળે છે, અને તેથી પણ વિશેષ પુરુષાર્થ હોય તો તેમને મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે શુક્લધ્યાનમાં જાય ત્યારે તે અશુભના અણગમાના કારણે પાપકર્મ જલદીથી ક્ષય કરે છે, પણ સંસારી શાતાનું આકર્ષણ રહ્યું હોય તો તે આકર્ષણને કારણે શાતા વેદનીય બાબતો નથી, બલ્ક પ્રબળ શુભ ભાવનો આશ્રય હોવાને કારણે અનેક નવા શાતા વેદનીય કર્મને આવકારે છે. અને શુક્લધ્યાનની બહાર આવે ત્યારે એ શાતા વેદનીયના આકર્ષણને કારણે શુભ પ્રવૃત્તિમાં લિપ્તભાવે વર્તી વિશેષ શાતા વેદનીય સ્વીકારે છે. આમ અનેકધા શાતા
૧૪૪