________________
કેવળી પ્રભુનો સાથ
સમયે જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અન્ય અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ પદાર્થ સમકાળે પ્રવર્તે.
સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહૂર્તથી ઘટાડે તેવી સ્થિતિઘાતકાંડ થાય. એમાં અપૂર્વકરણને પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કર્મ હોય તે તેના ચરમ સમયે સંખ્યાતગુણ હીન થાય.
તેનાથી અલ્પ, એક એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગ(રસ) ને ઘટાડે તેવો અનુભાગકાંડઘાત થાય – રસઘાત થાય. આવા અનેક સહસ્રવાર રસઘાત થાય ત્યારે અપૂર્વકરણ થાય.
ગુણશ્રેણિના કાળમાં ક્રમથી અસંખ્યાતગુણા પ્રમાણ સહિત કર્મને નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણિ નિર્જરા થાય.
અપૂર્વકરણને પ્રથમ સમયે અનંતાનુબંધી આદિક અશુભ પ્રકૃતિનું દલિયું અપર પ્રકૃતિને વિશે જે સંક્રમે તે સ્તોક હોય, તે પછીના પ્રત્યેક સમયે અસંખ્યાતગણું હોય તે ગુણ સંક્રમણ.
અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ય (અપૂર્વ) નવો સ્તોક સ્થિતિબંધ આરંભે. સ્થિતિબંધ અને સ્થિતિઘાત તે સમકાળે આરંભે અને સમકાળે પૂરા કરે, આ પ્રમાણે અપૂર્વકરણ થાય છે.
અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે.
અનિવૃત્તિકરણ – અનિવૃત્તિકરણનો કાળ અપૂર્વકરણના પણ સંખ્યામાં ભાગે છે. અનિવૃત્તિકરણમાં સમકાળે પ્રવેશેલા સર્વ જીવને એક જ અધ્યવસાય સ્થાનક હોય, પણ પહેલા સમયના વિશુદ્ધિ સ્થાનકની અપેક્ષાએ બીજા સમયનું વિશુદ્ધિ સ્થાનક અનંતગુણ હોય, આમ અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી હોય. અનિવૃત્તિકરણમાં પણ અપૂર્વકરણમાં જણાવ્યા પ્રમાણેના પાંચ પદાર્થ પહેલા સમયથી જ સમકાળે પ્રવર્તે.
૧૦૪