________________
સમ્યકત્વ પરાક્રમ
છે, સંવેગ વધતાં સંસારવાસના ક્ષીણ થતી જાય છે, આમ પરસ્પર ઉપકારી સંવેગ નિર્વેદની સમજણ માટે ત્રીજા સૂત્રના પ્રશ્ન ‘નિર્વેદથી (વિષય વિરક્તિથી) જીવને શું મળે?' ના ઉત્તર રૂપે જણાવ્યું છે કે, “નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ વિષયક કામભોગમાંથી જલદી નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત બને છે. બધા વિષયોમાં વિરક્ત થઈને આરંભનો પરિત્યાગ કરે છે, આરંભનો પરિત્યાગ કરીને સંસારમાર્ગનો વિચ્છેદ કરે છે તથા સિદ્ધિમાર્ગ પામે છે.”
સંવેગને કારણે જીવનો નિર્વેદ વધે છે, પરિણામે સંસાર સંબંધી કામભોગની મનીષા તૂટવાથી તેની પરિઝહબુદ્ધિ ઘટતી જાય છે, આથી સંસારી પદાર્થો સંબંધીની તેની પ્રવૃત્તિ રસરહિત અને અલ્પ માત્રાની થતી જાય છે. આ રીતે પ્રવૃત્તિ ઘટતાં ફાજલ મળતો સમય તે જીવ પોતાની સંવેગની ભાવના પૂરી કરવા માટે આત્મારાધનમાં જોડાય છે. સંસારી પ્રવૃત્તિઓની નિરસતા તથા આત્મઆરાધનની પ્રવૃત્તિ તેના કષાયોને મંદ કરવા સાથે ધર્મશ્રદ્ધાન વધારે છે – જે માર્ગના આરાધનથી મોક્ષમાં જવાય તે માર્ગનું જાણપણું અને દઢપણું વધવા લાગે છે તેથી સ્વરૂપ પ્રતિ જવામાં વિઘ્નરૂપ થતા પદાર્થોનો ત્યાગ કરવાની શરૂઆત કરવા સાથે એ વૃત્તિનો વધારો તે જીવમાં થતો જાય છે. આ છે જીવની પાંચમી ગુણસ્થાનની સ્થિતિ. આ ગુણસ્થાન ‘દેશવિરતિ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં અમુક પદાર્થોનો ત્યાગ (વિરતિ) અને અમુક પદાર્થોનો અત્યાગ (અવિરતિ) હોય છે. આમ સંવેગ અને નિર્વેદના સાથથી જીવનું સાચું ધર્મારાધન શરૂ થાય છે,
જીવના ધર્મારાધનને જ્યાં સુધી સંવેગ તથા નિર્વેદનો સથવારો હોતો નથી ત્યાં સુધી તે જીવ ધર્મારાધનના ફળરૂપ ઉપાર્જન થતા પુણ્યને સંસારના શાતાના ઉદયો મેળવવામાં વાપરી નાખવાની ભૂલ કરતો રહે છે. પરિણામે તેની ધર્મપ્રવૃત્તિ માત્ર સંસાર સુખ મેળવવા થતી હોય તેવું બનતું રહે છે. પરંતુ જ્યારે તે જીવમાં સંવેગ તથા નિર્વેદ ખીલતા જાય છે ત્યારે તે ધર્મારાધનના ફળરૂપે સંસારની સુવિધા નહિ, પણ મોક્ષપ્રાપ્તિની અભિલાષા કરતાં શીખે છે. અને પોતાના પુરુષાર્થના ફળરૂપે શુદ્ધ આચરણરૂપ ધર્મારાધન મેળવે છે. પૂર્વના અનંતકાળમાં કરેલું ધર્મારાધન સંવેગ તથા
૧૨૯