________________
કેવળી પ્રભુનો સાથ
જ મુનિ કરતા રહે છે. ઉત્તમ આરાધન કરનાર મુનિ આ રીતે સર્વકાળના આત્મિક સામાયિકમાં વર્તે છે. આ પ્રકારનું આચરણ કરવાથી મુનિ અસત્ પ્રવૃત્તિના – આત્માને હાનિ કરનાર પ્રવૃત્તિના ત્યાગી થાય છે, એમાં કર્મનો અનેકવિધ સંવર થતો હોવાથી અનેકાનેક ઘાતકર્મના બંધનને નિવારે છે.
આવી સર્વ પ્રકારની સ્થિરતાવાળી સ્થિતિમાં જીવ લાંબો ગાળો રહી શકતો નથી, આથી જ્યાં એ સ્થિરતામાંથી મુનિ ચલિત થાય છે, ત્યાં એ મુનિ “ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિનો આશ્રય કરે છે. શ્રી તીર્થંકર પ્રભુ સર્વ પ્રકારનાં ઘાતકર્મોનો ક્ષય કરી, જીવ સમસ્ત માટે કલ્યાણભાવ રાખી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મતીર્થ પ્રવર્તાવનારા મહામહાન આત્મા છે. મુનિ જ્યારે સ્વભાવથી ચલિત થાય છે ત્યારે સર્વકાળ માટે સ્થિરપણું રાખે છે, એવા આદર્શરૂપ શ્રી પ્રભુના અદ્ભુત ગુણો સ્મૃતિમાં લાવી, એમની સ્તુતિ કરવાનો પુરુષાર્થ કરે છે, અને પોતાના આત્માને વિષમભાવમાં જતો રોકી, સ્વભાવમાં સ્થિર કરવા લાગે છે. દશમા સૂત્રમાં ‘ચોવીશી સ્તવનથી જીવને શું મળે છે?' એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, “ચોવીશ તીર્થકરોની સ્તુતિથી જીવ દર્શન વિશુદ્ધિ પામે છે.”
ભરતક્ષેત્રમાં વીશ ક્રોડાક્રોડી સાગરોપમ કાળનું ચક્ર થાય છે, તેમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ એવા બે ખંડ છે. જે કાળમાં દુ:ખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે, અને જે કાળમાં સુખની હાનિ અને દુઃખની વૃદ્ધિ થતી જાય તે અવસર્પિણી કાળ ગણાય છે. ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં, અને અવસર્પિણી કાળના ચોથા આરામાં ચોવીશ ચોવીશ તીર્થકર થાય છે, આમ ભરતક્ષેત્રમાં એક કાળચક્રમાં અડતાલીસ તીર્થંકર થાય છે. વર્તમાનમાં અહીં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે. ચોથા આરામાં શ્રી ઋષભદેવ સ્વામીથી મહાવીર સ્વામી પર્વતના ચોવીશ તીર્થકર થયા છે. મુનિ જે કાળમાં વસે છે તે કાળના ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિ સ્તવના આવશ્યક રૂપે કરે છે.
શ્રી તીર્થંકર પ્રભુની સ્તવના કરવાથી સ્તવનકારને શ્રી પ્રભુના ગુણોનું મહાભ્ય અનુભવાય છે. તેમના જીવનમાં તેમણે જે રીતે ઘાતી કર્મોનો નાશ કરી વિશેષ વિશેષ
૧૩૮