________________
કેવળી પ્રભુનો સાથ
ઝડપથી નષ્ટ થતો જાય છે. આમ જીવ સ્વદોષની નિંદા કરતાં કરતાં ગુણવૃદ્ધિ અને મોહત્યાગ કરતો રહે છે.
આ પ્રમાણે કરાતી સ્વદોષ નિંદાથી સાધકને જો પૂરતું સમાધાન કે સંતોષ મળે નહિ, એટલે કે દોષ નિવૃત્ત કરવામાં તેને ઇચ્છિત ઝડપ દેખાય નહિ તો તે તેનાથી એક પગલું આગળ વધે છે. પોતે કરેલા દોષ ગુરુ આદિ સમક્ષ વર્ણવી, લજ્જા કરી, તેનાથી છૂટવા મથે છે. આ રીતની વર્તના તે ગઈ. સ્વદોષ નિંદા કરવાથી જો દોષમુક્તિ થવામાં અપૂર્ણતા લાગે તો જલદ ઉપાય તરીકે અન્ય યોગ્ય વ્યક્તિ પાસે તે દોષો વર્ણવી શરમિંદો થાય છે અને પરિણામમાં તે અકાર્ય કરવાથી છૂટી જાય છે આવી ‘ગહથી (બીજા પાસે પોતાના દોષ કહેવાથી) જીવને શું મળે?' એવો આઠમા સૂત્રમાં પ્રશ્ન મૂકીને ઉત્તર જણાવ્યો છે કે, “ગર્હાથી જીવને અપુરસ્કાર અવજ્ઞા થાય, અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરે, સારા કામ જ કરે. એવો અણગાર જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનંત પર્યાયોનો ક્ષય કરે છે.”
અણગાર મુનિ સ્વદોષનંદા કરવા છતાં પણ જો પરભાવથી છૂટી શકે નહિ, એટલું બધું મોહનું પ્રાબલ્ય હોય તો પોતામાં પ્રવર્તતા દોષોથી મુક્ત થવા, તે પોતાના દોષો અન્ય ગુરુજન પાસે વર્ણવે છે. આમ કરતાં મુનિને શરમ, લઘુતા અને અવજ્ઞાની લાગણી અનુભવવી પડે છે. આવી લાગણીના કારણે આવું નીચાજોણું બીજીવાર ન થાય તેવા હેતુથી પણ તે અપ્રશસ્ત કાર્યો કરવાં છોડી દે છે. પ્રશસ્ત કાર્યો જ કરે છે, અને તેના ફળ રૂપે જ્ઞાનાવરણાદિ કર્મોની નિર્જરા કરતો જાય છે, ક્ષય કરે છે.
આ રીતે અણગાર મુનિ પોતામાં જે કંઈ અપ્રશસ્ત જણાય છે, તેનો ત્યાગ કરવા સદા જાગૃત રહે છે, પોતાના માનભાવને તોડી તે આલોચના, નિંદા તથા ગહ દ્વારા શુદ્ધિકરણ કરતાં કરતાં પોતાના સંવેગ તથા નિર્વેદને દઢ કરતા જાય છે, જો માનભાવ તોડી ન શકે તો તે મુનિ પહેલાં તો પોતાના દોષ જાણી શકે નહિ, કદાપિ તે જાણે તો પણ અન્ય વ્યક્તિ પાસે તેનો નિખાલસ એકરાર કરી શકે નહિ, એટલું જ નહિ તેને ગોપવવાના ભાવ સેવી, માયાની જાળમાં લપટાઈ જાય. આથી મુનિને આલોચના,
૧૩૬