________________
સમ્યક્ત્વ પરાક્રમ
ગુણો પ્રગટાવ્યા, તે ગુણોની જાણકારી અન્ય જીવોને આપી કલ્યાણકાર્ય કર્યું, એ વગેરે વિશે સમજણ વધતાં શ્રી પ્રભુ પ્રતિના મુનિના પ્રેમભાવ, પૂજ્યભાવ તથા અહોભાવ વધતા જાય છે. વળી, આ વિશુદ્ધિ ક્યા પ્રકારે આચરણ કરવાથી જીવને મળે છે, તેની સમજણ મળવાથી મુનિની દૃષ્ટિ વિશુદ્ધ – પવિત્ર થતી જાય છે. પરિણામે મુનિને પ્રભુની સરખામણીમાં પોતાની પામરતાનો લક્ષ થતો જાય છે. સાથે સાથે પ્રભુના ગુણગાન કરતાં કરતાં પ્રભુ જેવા થવાના ભાવ દેઢ થતા જાય છે, અને આવા ભાવનું સફળપણું કરવા પ્રભુનાં લીધેલાં શરણને બળવાન બનાવે છે, તેમ કરતાં પ્રભુની કૃપા થકી જ મારું કલ્યાણ છે એ વિધાનની સચોટતા મુનિ અનુભવી શકે છે. આમ થવાથી દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રતિનો નિર્મળ શ્રદ્ધાનભાવ મુનિમાં વધતો જાય છે. શ્રદ્ધાન જેટલું બળવાન થાય, તેના પ્રમાણમાં દૃષ્ટિ સમ્યક્ થાય અને તેના ફળરૂપે મિથ્યા માન્યતાઓ – આત્માને અનુપકારી ભાવો છૂટતા જાય છે. મિથ્યા માન્યતાઓ તૂટતાં દર્શન વિશુદ્ધિ વધે છે. દર્શન વિશુદ્ધ થવાથી, ભેદો રહસ્યો સમજાતા જતાં હોવાથી, મુનિનું સ્થૂળ મહાવ્રતનું પાલન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. આથી આચારથી થતા દોષો સહજપણે ઘટતા જાય છે, તેના ઉપકારક તત્ત્વ તરીકે સૂક્ષ્મ આચારશુદ્ધિના પાલનથી નવાં અંતરાય કર્મનું બંધાવું ઘટે છે, અને જૂનાં અંતરાય કર્મો પ્રભુનાં શરણે રહેવાથી ત્વરાથી નિર્જરતા જાય છે. બીજી બાજુ આચારશુદ્ધિ વધવાને કારણે સુક્ષ્મ અસંજ્ઞી જીવોની હિંસાની અલ્પતા થવાથી દર્શનાવરણ કર્મ અલ્પ માત્રાએ થતાં દર્શનવિશુદ્ધિ વધે છે.
આ પ્રકારે અહોભાવ તથા પૂજ્યભાવથી શ્રી ચોવીશે તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવાથી, મુનિને તેમના પ્રતિનો મહાનતાનો અને પૂજ્યતાનો ભાવ દેઢ થાય છે. સાથે સાથે તેમણે કરેલા અનેક ઉપકારોનું સ્મરણ તથા પોતાની પામરતાનો લક્ષ થવાથી જે ભાવ મુનિના હ્રદયમાં ઉત્પન્ન થાય છે તેને કારણે મુનિ શ્રી પ્રભુને સહજપણે નમી વંદન કરે છે. આ વંદનાથી જે લાભ થાય છે તેની સમજણ અગ્યારમા સૂત્રના ‘વંદનાથી જીવને શું મળે છે?' એ સવાલના જવાબમાં સમાયેલી છે, “વંદનાથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે, ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્ય
૧૩૯