________________
સમ્યકત્વ પરાક્રમ
નિંદા તથા ગહ કરવા માટે માનભાવ છોડવો જરૂરી બની જાય છે. મનુષ્ય જીવનો “માન” એ ઘણો મોટો શત્રુ છે, તેથી તેના ભૂક્કા બોલાવવાનો ઉપાય પ્રભુએ મુનિને પ્રથમ જ કરવા કહ્યું છે. આ પ્રકારે શુભ પ્રયત્ન દ્વારા સમ્યક્દર્શનના સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાને બળવાન કરતાં કરતાં ‘શમ” ગુણ વિકસાવતા જાય છે. જેમ જેમ કષાયો શાંત થતા જાય છે તેમ તેમ મુનિની શાંતિ વધતી જાય છે, ‘શમ' વિકસતો જાય છે. સમ્યકત્વનાં લક્ષણોને વિશેષ વિશેષ સ્કૂટ કરી મુનિ અપ્રશસ્ત ભાવને છોડતા જાય છે, અને બીજી બાજુ જે સમ્યક છે, આત્મશુદ્ધિ માટે ઉપકારી છે તેનો સ્વીકાર કરતા જાય છે.
આલોચના, નિંદા અને ગહ દ્વારા અપ્રશસ્તનો ત્યાગ કરતાં કરતાં મુનિ ઉત્તમની આરાધના કરવા, શ્રી પ્રભુજીએ બતાવેલા છ આવશ્યક નિયમિતપણે કરતા રહેવા જાગૃત રહે છે. આ જ આવશ્યક એટલે સામાયિક, ચોવીશ જિન સ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ આવશ્યકને પોતાના આરાધનમાં સમ્યકુ રીતે જાળવનારને શું ફળ મળે છે તેની સમજણ સૂત્ર નવથી ચૌદ સુધીમાં અપાઈ છે. આવશ્યક એટલે જરૂરથી કરવા યોગ્ય, આ છનું આરાધન કરવાથી મુનિ ક્ષેપક શ્રેણિ માટે તૈયાર થાય છે.
નવમાં સુત્રમાં ‘સામાયિકથી જીવને શું મળે છે?” એવા સવાલના જવાબરૂપે કહ્યું છે કે, “સામાયિકથી જીવ સાવદ્ય યોગથી – અસપ્રવૃત્તિથી વિરક્ત થાય છે.” સામાયિક એટલે આત્માના શાંત પરિણામ. સામાયિકમાં આત્મા કષાયની એકદમ મંદ સ્થિતિમાં રહે છે, સાથે સાથે અન્ય કોઈ પણ જીવની અંશ માત્ર પણ દૂભવણી ન થાય એવી રીતે તે પોતાનાં મન, વચન અને કાયાને પ્રવર્તાવે છે. આ કારણે સામાયિક કરનાર જીવ સ્વચ્છ, પવિત્ર, એકાંત સ્થાનમાં એકાસને બેસી, સ્થિર થઈ આત્માને શુભ અને શુધ્ધ ભાવમાં પરોવે છે. આ રીતે ઓછામાં ઓછું બે ઘડીનું આરાધન કરે છે. વળી, આ આરાધન કરવા માટે પ્રભુની આજ્ઞા લે છે, અને તે આરાધન પૂરું કરવા પણ પ્રભુની આજ્ઞા લઈ પૂર્ણતા કરે છે. અને તે પછી પણ જે કંઈ અન્ય પ્રવૃત્તિ કરવાની હોય તે પણ નિઃસ્પૃહભાવથી પ્રભુની આજ્ઞામાં રહી પૂર્વ કર્મની નિર્જરા માટે
૧૩૭