________________
કેવળી પ્રભુનો સાથ
રૂપ “શમ' – કષાયોથી ઉપશમવા રૂપ શાંતિને મેળવતો જાય છે. સાતમા ગુણસ્થાનથી જીવ સાચી શાંતિ વેદવાનું શરૂ કરે છે, તે વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાન સુધી વિકસી સિદ્ધભૂમિમાં સદાકાળ માટે, શાંતિના ધામમાં સ્થિર થાય છે. આવા અદ્ભુત ‘શમ” ગુણને સાધ્ય કરવામાં આલોચના, નિંદા તથા ગહ કેવી રીતે મદદરૂપ થાય છે તે છે, સાત અને આઠ એ ત્રણ સૂત્રમાં જણાવ્યું છે. આ અને આ પછીનાં બધા સૂત્રોમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા મુનિ ‘શમ” ગુણને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવા કેવા કેવા પુરુષાર્થ કરે છે તેની જાણકારી આપી છે, છઠ્ઠા સાતમાં ગુણસ્થાને જીવે એવી તૈયારી કરી લેવાની છે કે જેથી તેને નાના કાળે ક્ષપક શ્રેણિ મળે અને શ્રેણિ પણ ટુંકા ગાળાની રહે, એ માટેના પુરુષાર્થનું વર્ણન ‘સમ્યકત્વ પરાક્રમ' નામના આ અધ્યયનમાં આપ્યું છે.
‘આલોચનાથી જીવને શું મળે?” એવો સવાલ છઠ્ઠા સૂત્રમાં મૂકી જવાબમાં કહ્યું છે કે, “આલોચનાથી જીવ મોક્ષમાર્ગમાં વિજ્ઞરૂપ અને અનંત સંસાર વધારનાર માયા, નિદાન (તપાદિની વૈષયિક ફલાકાંક્ષા) અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાખે છે. ઋજુભાવ પામે છે, ઋજુભાવ પ્રાપ્ત કરેલ જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, નપુંસકવેદનો બંધ તે નથી કરતો, અને પૂર્વબધ્ધની નિર્જરા કરે છે.”
આલોચના એટલે ગુરુજનો સમક્ષ પોતાના દોષ વર્ણવી તે માટે પશ્ચાતાપ કરવો. જે પવિત્ર સગુરુની સેવામાં જીવ હોય છે તે ગુરુનાં નિર્મળ ચારિત્ર તથા અવસ્થા જાણીને, જોઈને, અનુભવીને તેને પોતામાં વર્તતા દોષોનું સભાનપણું અને પૂર્વે કરેલી ભૂલોની સમજણ આવતાં જાય છે. આ દોષોનો ભાર તેને મુંઝવે છે, આ મુંઝવણથી છૂટવા તે ગુરુ સમક્ષ દોષોનો એકરાર કરી, તેની ક્ષમાયાચના કરી, તેવા દોષો ફરીથી ન થાય તે માટે કાળજીભર્યા બનવાનો નિર્ણય કરે છે. આવી રીતે આલોચના કરવાથી જીવ પરદોષમાં રાચવાને બદલે સ્વદોષદર્શન કરતાં શીખે છે. આવું સ્વદોષદર્શન કરી, પોતાના ગુરુ સમક્ષ તેને પ્રગટ કરી ક્ષમા માગવામાં જીવે સરળતાનો ગુણ કેળવવો પડે છે. સાચી સરળતા આવ્યા વિના જીવ પોતાના દોષ અન્ય કોઈ તો શું, પણ ગુરુ
૧૩૪