________________
કેવળી પ્રભુનો સાથ
જગતજીવોની આવી દુ:ખથી ભરેલી સ્થિતિની સામે મુનિ પોતે જે આત્માનાં સુખ અને શાંતિ વેદે છે તેની સરખામણી મનમાં થતાં, તેમનું મન પોકારી ઊઠે છે કે “સહુ જીવોને સાચા આત્મિક સુખની પ્રાપ્તિ થાઓ.” ઊંડા ધર્મશ્રદ્ધાનથી નીપજતા સુખના અનુસંધાનમાં પોતે તથા સર્વ જીવો આ ક્લેશિત સંસારથી મુક્ત થાઓ એ ભાવની સુદઢતા થતી જાય છે. અને આ દયાધર્મ મનમાં વિશેષ દૃઢ થતો જાય છે. આ દયાધર્મ વાસ્તવિક જીવનમાં પ્રગટ થાય છે ત્યારે તેનો કેવા પ્રકારે લાભ થાય છે તે પાંચમા સૂત્રમાં કહ્યું છે.
પાંચમા સૂત્રમાં “ગુરુ અને સાધર્મિકની સુશ્રુષાથી જીવને શું મળે છે?” એવા સવાલના જવાબમાં કહ્યું છે કે, “ગુરુ અને સાધર્મિકની સેવાથી જીવ વિનય પ્રતિપત્તિ કરે છે. વિનય પ્રતિપન વ્યક્તિ ગુરુની પરિવારાદિ અશાતના નથી કરતો. તેથી તે નરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ વિષયક દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ (સ્લાઘા), સંજ્વલન (ગુણોનો પ્રકાશ) ભક્તિ અને બહુમાનથી માણસ અને દેવસંબંધી સુગતિનો બંધ કરે છે, અને શ્રેષ્ઠ ગતિસ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક બધાં પ્રશસ્ત કાર્યો સાથે છે. ઘણા બીજા જીવોને પણ વિનયી બનાવે છે.”
જેના આશ્રયે જીવ ધર્મ આરાધન કરે છે તે ગુરુ; તથા જે અન્ય જીવોના સહવાસમાં આત્મારાધન કરે છે તે સાધર્મિક, તે બંનેની સેવા કરવાથી, તેમની જરૂરિયાત પ્રેમથી પૂરી પાડવાથી મુનિને કે જીવને જે આત્મિક લાભ થાય છે તેનું વર્ણન અહીં કર્યું છે. ગુરુને શાતા આપવાનો પ્રયત્ન જીવ કરે છે ત્યારે તેમના પ્રતિની અનુકંપા ઉપરાંત પૂજ્યભાવ અને અહોભાવ જીવ વેદે છે. એ પૂજ્યભાવનું વિશેષપણું થતાં પોતાના લઘુત્વભાવ અને કરુણાભાવ તથા અનુકંપાનું વેદન કરી તે જીવ વિનય પ્રગટાવે છે. એ જ રીતે સાધર્મિક જીવની પણ સેવા કરવાથી તેમના પ્રતિ અનુકંપા વેદાય છે તથા તેના ગુણો પર દૃષ્ટિ સ્થિર થવાથી ગુણગ્રાહીપણું વધે છે, અને તેની ગુણોની વૃદ્ધિ થતાં તેમના પ્રતિ પણ તે વિનયભાવ કેળવતો જાય છે.
આ પ્રકારે વિનયનું સેવન કરવાથી, રૂડા આત્માઓ ત્વરાથી શાતા પામો એવા ભાવમાં ગરક થવાથી, તે જીવો સાથે શુભ સંબંધ સંપન્ન કરે છે. તેમના પ્રતિ પૂર્વકાળમાં
૧૩૨