________________
સમ્યક્ત્વ પરાક્રમ
ભાવેલા અશુભ ભાવોની તત્કાલીન નિર્જરા થઈ જાય છે, કારણ કે અશુભભાવના ઉદય સાથે સુશ્રુષા સારી રીતે થઈ શકે નહિ. વળી, ગુર્વાદિકની ભાવપૂર્વક સેવા કરવાથી, તે પોતાના માનકષાયને સહેલાઈથી ક્ષીણ કરી શકે છે, સેવાભાવમાં રત થવાથી સંસારી શાતા પ્રતિની સુખબુદ્ધિ પણ છૂટતી જાય છે, પરિણામે તે ચારે ગતિ વિષયક અશાતા વેદનીયનો નિરોધ કરે છે. તે જીવ સુખબુદ્ધિ તોડીને પોતાનાં જ્ઞાનનાં આવરણ હળવાં કરે છે, અને ગુર્વાદિકના આશ્રયે સમ્યક્માર્ગનું આરાધન કરી તે મોહનીય આદિ કર્મ ઘટાડતો જાય છે. આ પ્રક્રિયામાં તે ગુરુપ્રતિ તથા સાધર્મી પ્રતિ જે પ્રેમભાવ વેદે છે, તેમના તરફથી જે નિર્મળ પ્રેમભાવ મેળવે છે, તેનાથી તે પોતાના વિનય ગુણને ખીલવે છે. વિનયની ખીલવણીથી અન્ય જીવો પ્રતિ પોતાનો પ્રેમભાવ પ્રસરાવી, તેઓને પણ વિનયી બનાવે છે. અને એ ગુણનો વિકાસ કરતાં કરતાં વિશેષ વિશેષ આજ્ઞાધીન થઈ, અંતરંગ પ્રમાદને છોડતો જાય છે. પરિણામે ભાવિમાં મુક્ત થવામાં સહાયરૂપ થાય એવા શુભ બંધ બાંધતો જાય છે.
આમ સમિતના પાયારૂપ ચાર અંગ સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાના ઉત્કૃષ્ટિકરણથી જીવ સમર્થ થઈ ચોથાથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી કેવો વિકાસ કરે છે તે આ અધ્યયનમાં સૂત્રાત્મક શૈલીથી વર્ણવ્યું છે. અને આ ચાર લક્ષણો પ્રયત્નપૂર્વક યથાર્થ રીતે ખીલવવાથી તેનામાં ‘કષાય જય’ કરવાની શક્તિ આવે છે, કષાય જય એટલે ‘શમ’ લક્ષણનું પ્રગટીકરણ. સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં આત્માને શાંત પરિણામી રાખવો, જરા પણ આર્ત પરિણામમાં જવા ન દેવો તે ‘શમ’ અથવા ‘કષાય જય' કહી શકાય. સમિતિના જે પાંચ લક્ષણો પ્રભુએ બતાવ્યા છે, તેનો અભ્યાસ કરીએ તો આપણને સમજાય છે કે તે લક્ષણોના શુદ્ધિકરણથી જીવ ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધીનો વિકાસ મેળવી શકે છે.
સંવેગથી જીવ દર્શનશુદ્ધિ કરે છે, નિર્વેદથી વ્રતનિયમ ધારે છે, ધર્મ શ્રદ્ધાન આસ્થાથી પ્રમાદ જય કરી, આજ્ઞાધીન થાય છે, અનુકંપાથી સ્વપર કલ્યાણ સાધવામાં અપ્રમાદી રહી આત્મશુદ્ધિ કરવામાં અગ્રેસર થાય છે, સાથે સાથે સહુ જીવ કલ્યાણ પામે એવી ભાવના બળવાન કરતો જાય છે. અને આ ચારે ગુણોનો વિકાસ સાધી તેના ફળ
૧૩૩
—