________________
સમ્યકત્વ પરાક્રમ
વિચ્છેદ – નાશ કરે છે. આમ બાહ્યથી સર્વસંગ પરિત્યાગ કરનાર મુનિ અંતરંગથી પોતાનાં મન, વચન તથા કાયા શ્રી પ્રભુને તથા ગુરુને સોંપી પોતે આજ્ઞાધીન થઈ સ્વછંદનો ત્યાગ કરે છે. આ આંતરબાહ્ય સ્વચ્છેદનો ત્યાગ એટલે છä ગુણસ્થાન. આ ગુણસ્થાને જીવ આત્માને શુધ્ધ કરવાની પ્રવૃત્તિ ખૂબ વેગથી ઉપાડી, પ્રમાદનો નાશ કરવા પ્રવૃત્ત થાય છે. તેમ કરવામાં મુનિ મોહનીયના ક્ષય સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો પણ ઘણી મોટી માત્રામાં નાશ કરી શકે છે. પરિણામે ધર્મના ઊંડા ભેદરહસ્યો તથા માર્ગની વિશદ જાણકારી મુનિમાં પ્રગટવા લાગે છે; આ જાણકારી અને મુનિ જીવનની નિવૃત્તિનો લાભ લઈ મુનિ પ્રમાદ ત્યાગી સ્વરૂપ લીનતામાં રહેવા પ્રયત્ની બને છે. આટલી ઊંચી અવસ્થાએ પહોંચાડવામાં જે જે ઉત્તમ પુરુષોએ સાથ આપી ઋણી બનાવ્યા છે, તે સહુનો ઉપકાર માની, તે ઋણની ચૂકવણી કરવા તેઓ ઇચ્છા કરતા થાય છે. જે જીવો આત્મદશામાં પોતાની પાછળ છે, તેમને આગળ વધવામાં સહાય કરી આ ઋણ ચૂકવવા યોગ્ય છે તેવી સમજણ તેને તેમના ગુરુ પાસેથી મળતી જાય છે. અને મુનિ એ માર્ગે ચાલી ઋણગ્રહણ કરવા સાથે ઋણમુક્ત થવાનો પુરુષાર્થ પણ આદરે છે.
આમ સંવેગ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધા એ ત્રણ ગુણો દ્વારા ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવ મુનિઅવસ્થા સુધી કેવી રીતે આવે છે તે આ અધ્યયનના ત્રણ સૂત્રો દ્વારા બતાવ્યું છે.
ધર્મશ્રદ્ધાનનું મુખ્ય અંગ છે અનુકંપા, અર્થાત્ દયા. જે જીવ સાચા ધર્મનું શ્રદ્ધાન કરે છે, તેનામાં સ્વપદયાનો ગુણ અવશ્ય ખીલતો જાય છે. દુ:ખ કોઈને ગમતું નથી, સહુ કોઈ સુખને મેળવવા વલખા મારતા હોય છે. આ સ્થિતિ કેવી છે?
આ જગતમાં પ્રાણી રહે, દુ:ખમાં ગળકાં ખાતો રહે, સુખનાં ઝાંવા નાખતો રહે, હકીકતમાં રીબાતો રહે.
૧૩૧