________________
કેવળી પ્રભુનો સાથ
નિર્વેદ રહિતપણે થયું હોવાથી તે નિષ્ફળ ગયું હતું, તે આરાધનને સફળ કરવા માટે તે બંનેના યોગ્ય સથવારાની કેવી જરૂર છે, તેની તે પછીના ચોથા સૂત્રમાં સમજણ આપવામાં આવી છે.
ચોથા સૂત્રમાં “ધર્મશ્રદ્ધાથી જીવને શું મળે?' એવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે “ધર્મશ્રદ્ધાથી જીવ શાતા-સુખ અર્થાત્ શતાવેદનીય કર્મજન્ય વૈષયિક સુખોની આસકિતથી વિરક્ત થાય છે. આગાર ધર્મ છોડીને તે અણગાર બની, છેદન, ભેદન, આદિ શારીરિક તેમજ સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે, અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે.”
સંવેગ તથા નિર્વેદ હોય, પણ ધર્મશ્રદ્ધાન ન હોય, કયા માર્ગે જવાથી જલદી મોક્ષ મળે તેની જાણકારી કે શ્રદ્ધા ન હોય તો જીવે આદરેલો પુરુષાર્થ સફળ થતો નથી. કેમકે તેની દશા દિશાશૂન્ય જેવી થઇ જાય છે. મોક્ષમાં જવું છે પણ તેની સૂઝ તો ધર્મશ્રદ્ધાનથી જ આવે છે; આ માર્ગે જવાથી જ મારું કલ્યાણ છે તે નિર્ણિત થતાં, તે માર્ગે તે ચાલવા લાગે છે. જેમ સંસારથી છૂટવાની ઇચ્છા હોય, પણ તેને માર્ગની જાણકારી ન હોય તો તેનાથી છૂટાતું નથી, એ જ રીતે ધર્મક્રિયાઓ થતી હોય પણ સંસારથી છૂટવાના ભાવ જ ન હોય તો પણ જીવથી છૂટી શકાતું નથી. આ રીતે સંવેગ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધાન એ સ્વભાવને સિદ્ધ કરવા માટે એકબીજા સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે, એટલે કે તે ત્રણે પરસ્પર ઉપકારી તત્ત્વો છે તે સમજી શકાય એવું છે.
યોગ્ય ધર્મશ્રદ્ધાન જાગવાથી જીવ શાતાવેદનીય કર્મજન્ય વેષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અનાદિકાળથી જીવને સંસારી શાતાનું અકથ્ય આકર્ષણ હતું તે ધર્મની સમજ આવતાં તૂટતું જાય છે. અને સમગ્ર સંસારી પ્રવૃત્તિ, આત્મસુખના ભોગવટામાં જીવને બાધાકારક થાય છે એવો અનુભવ વારંવાર મળ્યા કરે છે. પરિણામે તે આત્મસુખનું મુખ્યતાએ આકર્ષણ વેદે છે ત્યારે તે આગાર ધર્મ – ગૃહસ્થ જીવન છોડી અણગાર (ગૃહ રહિત સ્થિતિ) થાય છે – મુનિ જીવન સ્વીકારે છે. મુનિ જીવનમાં ઉચ્ચ આત્મિક આરાધન કરી શારીરિક, માનસિક, કૌટુંબિક આદિ સર્વ દુઃખોનો
૧૩૦