________________
કેવળી પ્રભુનો સાથ
- સુખની અનુભૂતિ થાય છે તેને લીધે એ સુખની વૃદ્ધિ કરવાની લગની તેને લાગતી જાય છે. આમ સંવેગ તથા ધર્મશ્રદ્ધા પરસ્પર એકબીજાની વૃદ્ધિ કરતાં રહેવાથી જીવની મિથ્થામાન્યતા ક્ષીણ થતી જાય છે. પરિણામે તે મિથ્યા માન્યતા અર્થાત્ મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડી અનુદિત રહે એવી સ્થિતિમાં જીવ આવે ત્યારે તે ક્ષયોપશમ સમકિત પામે છે, અને તેનો સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમકિત મેળવે છે, આ સમકિતમાં દર્શન અર્થાત્ શ્રદ્ધાન સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. તે વિશુદ્ધિના પ્રભાવથી ઘણા ભાગે તે જ ભવમાં જીવ મોક્ષ પામે છે, અથવા વધુમાં વધુ તે જીવ ત્રીજા ભવે મોક્ષમાં જાય છે. આમ જીવને સંસારથી મુક્ત થવા માટે સૌથી ઉપકારી ભાવ સંવેગનો છે, તે શરૂઆતમાં સ્પષ્ટ કર્યું છે. ઉપરાંત, ક્ષાયિક સમ્યક્ત્વનું મહત્વ સ્પષ્ટ કર્યું છે કે માર્ગનું સાચું અને યથાર્થ આરાધન કરવા માટે અને મુનિ અવસ્થામાં રહેવા માટે ક્ષાયિક સમ્યક્ત્વ પરમ ઉપકારી છે. તે મેળવ્યા પછી જીવ ક્ષેપક શ્રેણિએ ચડવા માટે કેવો પુરુષાર્થ આદરે છે તેની જાણકારી આપણને તે પછીની પ્રશ્નોત્તરીમાંથી જાણવા મળે છે. આ ઉપરાંત, બીજા સૂત્રથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીનાં કોઈ પણ ગુણસ્થાને જીવ ક્ષાયિક સમકિત મેળવવાને પાત્ર હોવા છતાં ચોથા ગુણસ્થાને ક્ષાયિકનો પુરુષાર્થ કરવો કર્તવ્ય છે, કારણ કે જીવ જેમ જેમ ગુણસ્થાનમાં ચડતો જાય છે તેમ તેમ શાંત અને શીતળ થતો જાય છે, અને અનંતાનુબંધી તથા મિથ્યાત્વનો ક્ષય કરવા માટે ઉગ્રતાની જરૂરત રહે છે, તેથી ઉપરના ગુણસ્થાને ક્ષાયિકનો પુરુષાર્થ કરવામાં જીવને વધારે મહેનત પડે છે. જો ચોથા ગુણસ્થાને, શીતળ થયા પહેલાં જ ઉગ્રતા કેળવવી હોય તો તે સહેલું પડતું હોવાથી તેમ કરવું ઘણું ઉપકારી થાય છે; એટલું જ નહિ દર્શન વિશુદ્ધ થવાને કારણે આગળનું આરાધન ખૂબ આસાન થતું જાય છે. તે સર્વની વિચારણા સમજતાં ‘ક્ષાયિક સમ્યકત્વ' નું અહીં બતાવેલું મહત્ત્વ કેટલું યથાર્થ છે તે નક્કી થાય છે.
સંવેગનું બળવાનપણું કરવામાં ‘નિર્વેદ'નો ભાવ મદદ કરે છે. નિર્વેદ એટલે દેવ, મનુષ્ય કે તિર્યંચ વિષયક કામભોગોથી નિવૃત્ત થવાની ઇચ્છા, આ વિષયેચ્છા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ નિર્વેદ બળવાન થતો જાય છે, તેના અનુસંધાનમાં સંવેગ વધે
૧૨૮