________________
કેવળી પ્રભુનો સાથ
સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટતાં માર્ગઆરાધનની પૂર્ણતા થાય છે. અને જે આરાધન થયું છે તેના ફળ રૂપે બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, તે સિદ્ધભૂમિમાં બિરાજમાન થાય છે અને ત્યાં તેના સંસારનાં પરિભ્રમણનો અંત આવે છે; તે પછી અનંતકાળ સુધી સ્વાનુભૂતિના અનુપમેય સુખમાં તે વસી રહે છે.
જ્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે તે સમ્યક્દર્શનનાં પાંચ અંગ શ્રી પ્રભુએ જણાવ્યાં છે. તે છે – શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને શાંત કરવા તે શમ. મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે સંવેગ. સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ વેદવા તે નિર્વેદ. જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય, તે માર્ગનું શ્રધ્ધાન કરવું તે આસ્થા, અને સ્વાર કલ્યાણના ભાવ દ્વારા સહુ જીવો સુખને પામે એવા ભાવમાં રહેવું તે અનુકંપા. આ પાંચે ગુણો જ્યારે અમુક અંશે ખીલે છે ત્યારે સમ્યકત્વ પ્રગટ થાય છે.
આ પાંચે ગુણોમાં સહુથી પહેલા પરખાય તેવો ગુણ છે “શમ”. કષાયો શાંત થાય, તેને લીધે પ્રત્યેક ઉદયકાળમાં જીવને કેવો સમભાવ રહે છે તેનો ખ્યાલ પોતાને તથા અન્યને જલદીથી આવી શકે છે. “શમ” એ બાકીના ચાર ગુણોની ખીલવણીના ફળ રૂપે જીવમાં આવે છે; તેથી તેને સહુ પ્રથમ મુકેલ છે. આ “શમ” નો ગુણ સંવેગ તથા નિર્વેદથી પોષાયો હોતો નથી ત્યાં સુધી તે ગમે ત્યારે વિપરીત રૂપે પરિણમી શકે છે, અને કષાયો ઉપ્ત થઈ જાય છે. પણ જ્યારે સંવેગ તથા નિર્વેદ બળવાન થાય છે, ત્યારે તેના આધારથી કષાયો દબાયેલા રહે છે. જીવને સભાનપણું રહે છે કે જો કષાય જોર કરશે તો સંવેગની ભાવના પૂરી થશે નહિ. સંવેગ જન્મતા જે અનાદિકાળથી જીવ સંસારસુખની ઇચ્છામાં રમતો હતો, તે મોક્ષેચ્છામાં રમવાનું શરૂ કરે છે. તેના લીધે તેની સંસારવાસના ક્ષીણ થતી જાય છે, નિર્વેદ વધે છે, સંવેગ અને નિર્વેદની સફળતા તો જ થાય, જો તેને યથાર્થ માર્ગની પ્રાપ્તિ અને શ્રદ્ધાન જાગે. આમ આસ્થા – ધર્મશ્રદ્ધા એ સંવેગ તથા નિર્વેદને પોષણ આપનાર ઉપકારી તત્ત્વ છે. જીવને જ્યારે સન્માર્ગની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનું સલ્ફળ પોતાને તથા પોતાના
૧ ૨૬