________________
સમ્યકત્વ પરાક્રમ
તથા આત્માની ભિન્નતા વેદે છે, તે કાળના સમકિતને નિશ્ચયથી વ્યવહાર સમકિત' કહેવામાં આવે છે. આ કાળથી વધારે કાળ માટે ભિન્નતા વેદવા જીવ સમર્થ થાય ત્યારે તે સમકિત “પ્રથમોપશમ’ – પ્રથમનું ઉપશમ સમકિત કહેવાય છે અને ઉપશમ શ્રેણિમાં સર્વ કષાયોને ઉપશમાવી જીવ અનન્ય વીતરાગતા વેદે છે તે દ્વિતીયોપશમ – દ્વિતીય ઉપશમ સમકિત ગણાયું છે. ઉપશમ સમકિતમાં કષાયનો ઉદય રહેતો નથી.
અનાદિ મિથ્યાદૃષ્ટિને એટલે કે જેણે પહેલાં ઉપશમ સમકિત મેળવ્યું નથી તેવા જીવને એક મિથ્યાત્વ પ્રકૃત્તિનો ઉપશમ હોય છે, કારણ કે તેને મિશ્ર મોહનીય કે સમ્યકત્વ મોહનીયની સત્તા હોતી નથી, પણ જ્યારે તે જીવ ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત થાય છે ત્યારે તે સમ્યકત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને ટુકડા કરી મિશ્ર મોહનીય કે સમ્યકત્વ મોહનીય રૂપે પરિણાવે છે; તેથી તે પછીથી તેને ત્રણ પ્રકૃત્તિની સત્તા થાય છે. પાંચ મિનિટથી શરૂ કરી જેટલા કાળ માટે તે મિથ્યાત્વને ઉપશમાવે તેટલા કાળ માટે તે ચોથા ગુણસ્થાને છે એમ કહેવાય. આવા એક વખત પણ ઉપશમ સમકિતનો અનુભવ મેળવી જે મિથ્યાષ્ટિમાં પાછો આવ્યો હોય તે સાદિ મિથ્યાષ્ટિ, અને જેણે એક પણ વખત ઉપશમ સમકિતનો અનુભવ કર્યો ન હોય તે અનાદિ મિથ્યાષ્ટિ કહેવાય છે. ઉપશમ સમકિત મેળવ્યા પહેલાં મિથ્યાત્વના અન્ય બે વિભાગ થઈ શકતા નથી, જીવ મિથ્યાત્વના દળિયાને મિશ્ર મોહનીય કે સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણામાવી શકતો નથી, તેથી અનાદિ મિથ્યાષ્ટિને એક મિથ્યાત્વ મોહનીયનો જ ઉપશમ હોય છે, ત્યારે સાદિ મિથ્યાદૃષ્ટિમાં કોઈકને ત્રણ અને કોઈકને એક પ્રકૃતિની જ સત્તા હોય છે. તેથી તેને ત્રણનો કે એકનો ઉપશમ થાય છે.
ઉપશમ એટલે શું? અનિવૃત્તિકરણમાં કરેલા અંતરકરણ વિધાનથી સમ્યકત્વના કાળમાં જે ઉદય આવવા યોગ્ય મોહનીયના નિષેક હતા તેનો અહીં અભાવ કર્યો અર્થાત્ તેના પરમાણુઓને અન્યકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા, તે ઉરિણારૂપ થઈને આ કાળમાં તે ઉદયમાં ન આવી શકે તેવા કર્યા. આ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ છે. આ
૧૦૭