________________
સમ્યક્ત્વ પરાક્રમ
અપ્રશસ્ત ઉપશમ થાય છે. વળી, જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ પરિણમાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.
ક્ષયોપશમ સમ્યક્ત્વમાં કોઈને અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ થાય છે, અને કોઈને વિસંયોજન થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ તો અનંતાનુબંધીનું વિસંયોજન થયા પછી જ આવે છે. પહેલાં અનંતાનુબંધીનો ક્ષય થાય અને તે પછી જ મિથ્યાત્વનો ક્ષય થાય. જો કોઈ જીવ અનંતાનુબંધીનો ક્ષય કર્યા પછી, મિથ્યાત્વનો ક્ષય કરી ન શકે તો તે ફરીથી અનંતાનુબંધી કર્મ બાંધી, મિથ્યાત્વને પણ વધારે છે. અને ક્ષાયિક સમકિત લેતાં લેતાં અટકી જાય છે. ત્યારે જે જીવ મિથ્યાત્વને તોડવામાં સફળ થાય છે તે જીવ અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સહાયથી મિથ્યાત્વનાં પરમાણુઓને મિશ્રમોહનીય રૂપે વા સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે છે, અથવા તેની નિર્જરા કરે છે. આ પ્રમાણે તે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે છે. વળી, મિશ્ર મોહનીયના પરમાણુઓને સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે વા તેની નિર્જરા કરે, આ પ્રમાણે તે મિશ્ર મોહનીયનો નાશ કરે છે. સમ્યક્ત્વ મોહનીયના નિષેકો ઉદયમાં આવી ભોગવાઇને ખરી જાય છે. જો તેની સ્થિતિ ઘણી હોય તો તેને સ્થિતિકાંડઘાતાદિક વડે ઘટાડે, અને જ્યારે તે પ્રક્રિયા પૂરી થવાનો એક સમય બાકી હોય ત્યારે તે કૃતકૃત્ય વેદક સભ્યષ્ટિ થાય છે. આ એક સમયમાં તે એકપણ મિથ્યાત્વના પરમાણુને સ્વીકારતો નથી, પણ જે થોડાં પૂર્વ નિબંધિત પરમાણુઓ શેષ રહ્યાં હોય તેને માત્ર વેદન કરી, ભોગવી નિર્જરાવી નાખે છે. આમ આ પૂર્ણ પ્રક્રિયામાં અનુક્રમથી મિથ્યાત્વના નિષકોનો નાશ કરી તે જીવ ક્ષાયિક સમકિતી થાય છે. પ્રતિપક્ષી કર્મના અભાવથી
આ સમકિત નિર્મળ છે, અથવા મિથ્યાત્વરૂપી રંજનાના અભાવથી વીતરાગ છે. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યા પછી તેનો ક્યારેય પણ નાશ થતો નથી, તે સદાય તેની સાથે જ રહે છે.
ઉપશમ કે ક્ષયોપશમ સભ્યષ્ટિને અનંતાનુબંધીના વિસંયોજનથી તેની સત્તાનો નાશ થયો હોય, અને તે મિથ્યાત્વનો ક્ષય ન કરતાં ફરીથી મિથ્યાત્વ બાંધે તો તે
૧૧૭