________________
સમ્યકત્વ પરાક્રમ
એકરૂપતા અનુભવવા તલપાપડ થતો જાય છે, તેથી તે પોતાનાં મન, વચન તથા કાયા સર્જાશે શ્રી પ્રભુને સોંપી સર્વસંગ પરિત્યાગ કરવાની તૈયારી શરૂ કરે છે. સાથે સાથે તે પોતાના સૂક્ષ્મ થયેલા સ્વચ્છંદને ડામવા જે ઉત્તમ ચારિત્ર પાળવાનું છે તેનો આરંભ કરે છે.
તેમાં અંતરંગથી મન, વચન તથા કાયાનો સ્વછંદ તોડતા જવો, સાથે સાથે અનુપકારી એવા સર્વ સંસારી પદાર્થોનો રસ તોડી, તેના ત્યાગમાં પ્રવર્યા રહેવું એવી તેની વર્તના થતી જાય છે. આમ કરતાં કરતાં જ્યાં સુધી તેનાં અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ દબાય છે – ઉદયમાં આવી શકતાં નથી, ત્યાં સુધી તે જીવ પાંચમા ગુણસ્થાને રહે છે, અને જ્યારે તે જીવ પ્રત્યાખ્યાન કષાયોને સત્તામાં જ રાખવા સમર્થ થાય છે, ઉદયમાં માત્ર સંજ્વલન કષાયોને જ આવવા દે છે ત્યારે તે જીવ છઠ્ઠા ગુણસ્થાને વસે છે; અર્થાત્ પ્રભુને પોતાનાં મન, વચન, કાયાની સોંપણી કરી પોતે આજ્ઞાધીન બને છે. આ સ્થિતિ તે સમ્યક્ત્વ પરાક્રમનું છઠું સોપાન છે.
છઠ્ઠા ગુણસ્થાને જીવ મન, વચન, કાયાના સ્વચ્છંદને છોડી, આજ્ઞાને આધીન થઈ વર્તતો હોવાથી તે આખા જગતની પરતંત્રતા ત્યાગી સ્વતંત્ર થાય છે. જગતમાં બનતા પ્રસંગો સંબંધી, તથા જગતની ભોગ ઉપભોગની સામગ્રી માટે તે સ્પૃહા છોડી પોતાના આત્માને કર્મની જાળમાં ફસાતો રોકી શકે છે. જગતના પદાર્થોની તુચ્છતા તેને વધારે ને વધારે સમજાતી જાય છે અને અનુભવાતી પણ જાય છે, એટલે તેના ઉપભોગમાં રાચવાનું અલ્પ થઈ બંધ થતું જાય છે, તેની સાથે તેને આત્માનુભવમાં રહેવાનો સમય વધતો જતો હોવાથી નિરપેક્ષ અને નિરાવલંબન એવા આત્મસુખને માણવા તેની યોગ્યતા વધતી જાય છે.
આમ છતાં, આ સર્વસંગ પરિત્યાગના ગુણસ્થાને તેને શુભ સ્વપર કલ્યાણના ભાવો રમતા રહે છે. જ્યારે તે આત્માનુભૂતિમાંથી બહાર નીકળે છે ત્યારે સ્વપર કલ્યાણના પ્રશસ્ત ભાવોમાં રમી, તેને અનુરૂપ પ્રવૃત્તિમાં મગ્ન બની, પોતે ગ્રહણ કરેલા પુરોગામીના ઋણને ચૂકવવા માટે તે પ્રવૃત્ત થાય છે. પોતાના પુરોગામી
૧૨૧