________________
સમ્યકત્વ પરાક્રમ
શકે છે. અહીં સુધી આવ્યા પછી તે જીવનાં લક્ષણો, સ્થિતિ આદિનો અનુભવ થતો જાય છે. તે જાણે છે કે –
जीवोत्ति हवदि चेदा उवओगविसेसिदो षट् कत्ता ।
__ भोत्ता य देहमत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो || આ જીવ જીવવાવાળો છે, ચેતનાવાળો અથવા અનુભવ કરવાવાળો છે, જ્ઞાનદર્શન ઉપયોગનો ધારક છે, સ્વયં સમર્થ છે, કર્તા છે, ભોક્તા છે, શરીરમાત્ર આકારધારી છે, અમૂર્તિક છે, સંસારાવસ્થામાં કર્મ સહિત છે.
- શ્રી કુંદકુંદાચાર્ય (પંચાસ્તિકાય)
जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो ।
भोत्ता संसारत्थो, सिद्धो सो विस्सासोड्ढगइ ।। જે જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના શરીર પ્રમાણ છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ છે અને ઉર્ધ્વગમન કરવાના સ્વભાવવાળો છે તે જીવ છે.
– શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ (દ્રવ્યસંગ્રહ)
સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
– શ્રી બનારસીદાસ (સમયસાર નાટક) આ અવસ્થાએ પહોંચ્યા પછી, શ્રી સત્પષ ક્ષાયિક સમ્યત્વનો અદ્ભુત મહિમા સમજાવીને તે પદથી પણ આગળ વધવા જીવને પ્રેરણા કરે છે. સાથે સાથે જીવને પણ સપુરુષમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા વધતાં ગયાં હોય છે, એટલે તેમનો બોધ તે વધારે સારી રીતે અવધારી શકે છે.
૧૧૯