________________
કેવળી પ્રભુનો સાથ
સાથે સાથે અનંતાનુબંધી ચોકડીનો પણ બંધ કરે. અને ફરીથી તેની સત્તાનો સદ્ભાવ થાય. કારણ કે મિથ્યાત્વ અનંતાનુબંધીના બંધનું કારણ છે. મિથ્યાત્વ ગયા પછી અનંતાનુબંધીની સત્તા કદી પણ સંભવતી નથી.
પ્રત્યેક જીવ ક્ષાયિક સમિકત લેતાં પહેલાં વેદક સમ્યક્ત્વ અનુભવે છે. ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતાં, અંતરમુહૂર્ત કાળમાં જ્યારે મિથ્યાત્વ પ્રકૃતિનો ક્ષય જીવ કરે છે ત્યારે તેને દર્શનમોહની માત્ર બે પ્રકૃતિની જ સત્તા રહે છે. પછી જ્યારે મિશ્ર મોહનીય પ્રકૃતિનો પણ ક્ષય જીવ કરે છે ત્યારે તેને એક સમ્યક્ત્વ મોહનીય જ સત્તામાં રહે છે. તે પછીથી સ્થિતિકાંડઘાત આદિ ક્રિયા કરી તેને અતિ અલ્પ કરે છે. અને જ્યારે છેલ્લા સમયે તે સ્થિતિકાંડઘાતાદિ કોઈ પણ ક્રિયા ન કરતાં છેલ્લાં સમ્યક્ત્વ મોહનીયના દળિયાંને ખપાવે છે ત્યારે તે કૃતકૃત્ય વેદક સભ્યષ્ટિ નામ પામે છે. પછીના સમયે જ તે ક્ષાયિક સમિતી થાય છે. આમ ક્ષયોપશમ સમકિતીમાંથી ક્ષાયિક સમિકતી થતી વખતના છેલ્લા સમયે જીવ વેદક સમિકતી થાય
છે. આ રીતે વેદક સમ્યક્ત્વનો કાળ માત્ર એક જ સમયનો છે.
આ પરાક્રમ એટલું મોટું છે કે એના પ્રભાવથી, આખો લોક ગમે તેવો ઉપરતળે થાય, તેમ છતાં પણ ક્ષાયિક સમકિતી વધુમાં વધુ ત્રણ ભવે સર્વ કર્મોથી મુક્ત થાય જ છે. જીવ જો વિશેષ પુરુષાર્થી હોય તો તે જ ભવે, નહિતર વધુમાં વધુ ત્રીજા ભવે તો મુક્ત થાય જ, એવો નિયમ છે. ક્ષાયિક સમકિત થતાં ત્વરાથી સિધ્ધ થવાનું અભયવચન જીવને મળે છે.
મિથ્યાત્વરૂપી ચક્રવ્યુહમાં જે જીવ અનાદિકાળથી અનંતાનંત ભવમાં છેદાયો અને ભેદાયો છે, આખા લોકમાં મિથ્યાત્વરૂપી શત્રુનો દાસ બની જે જીવ યાચક બનીને ભટક્યો છે, તે જીવ સત્પુરુષનાં શરણને ગ્રહીને આ મહાન શત્રુનો નાશ કરી, માત્ર બે ઘડી જેવા અલ્પકાળમાં આખા લોકના સ્વામી થવાનું અભયવચન મેળવી શકે છે એ શ્રી સત્પુરુષના અતિ મહાન ઉપકારની અને સમ્યક્ત્વ પરાક્રમના પાંચમા પગથિયાંની બલિહારી છે. ક્ષાયિક સમિત લીધાં પછી જીવને દેહથી છૂટા પડવા માટે પહેલાં કરતાં અનેકગણી ઓછી મહેનત પડે છે, એટલે કે થોડા પુરુષાર્થે તે દેહથી છૂટો પડી
૧૧૮