________________
કેવળી પ્રભુનો સાથ
તરફથી સ્વીકારેલા ઋણ ચૂકવવા માટે આ સમય ઉત્તમ છે, કારણ કે છઠ્ઠા ગુણસ્થાને - આંતરબાહ્ય સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં જીવને શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રજ્ઞાનના ભેદ રહસ્યો, માર્ગની ઊંડાણભણી જાણકારી વગેરેની પ્રાપ્તિ ઉત્તમતાએ થઈ શકે છે, અને તેનું વિતરણ કરી તે ઋણ અદા કરતો જાય છે. આ દશાએ સંજ્વલન સિવાયના કષાયો મુખ્યતાએ ઉદયમાં રહેતા ન હોવાથી, સ્વપરના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષય કરવા માટે બળવાન પુરુષાર્થ કરી શકે છે; તેમાં તે અનુગામીઓને આગળ વધવામાં સહાય કરી, પુરોગામી પાસેથી લીધેલા ઋણની ચૂકવણી કરતો જાય છે. આમ એકબીજાને અનુસંધિત ઘાતી કર્મોની અલ્પતા કરતાં કરતાં તે જીવ શ્રી ગુરુ સાથેની મન, વચન, કાયાની ભિન્નતા તોડતો જાય છે. ત્રણે યોગની સોંપણી જેમ જેમ બળવાન અને ઊંડી થતી જાય છે, તેમ તેમ તેને અનુભવ થતો જાય છે કે પુરુષમાં સેવેલી આજ્ઞાધીનતા – પરતંત્રતા એ કર્મ સામે મળતી બળવાન સ્વતંત્રતા છે.
આ સ્વતંત્રતાને શુદ્ધતાએ માણવા તે પુરુષના આત્મા સાથેની ભિન્નતા પોતાના યોગને એકરૂપ કરી તોડી નાખે છે. મન, વચન તથા કાયાની એકતા કેળવવાથી તે જીવ અમુક સમયથી શરૂ કરી, અમુક મિનિટો સુધી નિર્વિકલ્પ રહેવાનો પુરુષાર્થ કરી શકે છે. જે અવસ્થામાં શ્રી સર્વજ્ઞ કે કેવળી ભગવાન બિરાજે છે, તે અવસ્થાની ઝાંખી તેને આ નિર્વિકલ્પ દશામાં સાંપડે છે. આ વખતે તે જીવ અતિ અતિ સૂક્ષ્મ માત્ર કેવળીગમ્ય એવા સુક્ષ્મ પ્રબળ શુક્લ કલ્યાણભાવમાં હોય છે, અને તે દશામાં તે પોતાના ઘાતી તથા અન્યકર્મોની નિર્જરા અસંખ્યગણી કરી નાખે છે, અને આશ્રવ અસંખ્યાતમા ભાગનો કરે છે. નિર્વિકલ્પતાની આ અવસ્થા એટલે સાતમું ગુણસ્થાન અને સમ્યકત્વ પરાક્રમનું સાતમું પગથિયું કે સોપાન.
આ અવસ્થામાં કોઈ પ્રગટ વિકલ્પ નથી, સ્થિર એવી નિર્વિકલ્પ દશા છે. આ દશામાં અમુક કાળ માટે રહી તે જીવ પાછો છઠ્ઠો ગુણસ્થાને – સવિકલ્પ દશામાં આવે છે. અને પ્રશસ્ત કલ્યાણભાવમાં જોડાઈ, ફરીથી નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ આદરે છે. આમ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને રમતા જીવને, મુનિઅવસ્થામાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો બળવાન ક્ષયોપશમ થતો જાય છે, અને મોહનીય કર્મ પણ
૧૨૨