________________
કેવળી પ્રભુનો સાથ
સપુરુષના એ બોધ દ્વારા જીવને પ્રભઆજ્ઞા અને ગુરુ આજ્ઞાનું મહત્વ સમજાય છે. જેમ જેમ તેની આત્મશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તેને પ્રભુ તથા ગુરુનું કહ્યું કરવાથી કેટલો લાભ થાય છે તેનો, અનુભવ સાથેનો અંદાજ આવતો જાય છે. આથી તે શ્રી પુરુષની અને પ્રભુની બળવાન પ્રેરણાને કારણે સતત પ્રભુની આજ્ઞામાં રહી શકાય તો સારું, એવા ભાવ ભાવતો થઈ જાય છે. અને તેના હૈયામાંથી પ્રાર્થના ઊઠે
હે નિત્યાનંદમાં રાચતા પ્રભુ! તમારા શુદ્ધ થયેલા આત્માને હું ખૂબ ભાવથી વંદન કરું છું. અને ભવિષ્યમાં મને તમારા જેવા કરવા માટેનું જે અભયવચન આપ્યું છે તે માટે તમારો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. વળી, તમારી આજ્ઞામાં રહેવાથી અને આજ્ઞાનુસાર વર્તવાથી કેટલો ઉત્તમ લાભ મને થવાનો છે તેની સમજણ દિનપ્રતિદિન વધતી જાય છે. આ સમજણ પ્રમાણે હું આપને પ્રાણું છું કે સમ્યકત્વ પરાક્રમને લીધે જે કંઈ પુણ્ય મારે બંધાયું હોય, તે પુણ્યનો ઉપયોગ હું તમારી આજ્ઞામાં રહેવા માટે કરું, એક પળ માટે પણ તમારી આજ્ઞા બહાર કે વિરુદ્ધ વતું નહિ એવી મને શક્તિ આપો. કોઈ પણ સંજોગોમાં હું આત્માને ભૂલું નહિ, અને પ્રગટ કે અપ્રગટપણે હું તમારી સેવામાં જ રહું, આજ્ઞામાં જ રહું એવી કૃપા કરશો.”
આવા પ્રકારની પ્રાર્થનાના પ્રભાવથી તે જીવ ધારે ત્યારે સ્મરણમાં લીન થઈ આત્માનુભવમાં જઈ શકે એવી સુવિધા તેને વારંવાર મળવા લાગે છે. પરિણામે તે શાંતિનું વેદન વધારે ને વધારે કરતો જાય છે, અને તેને કષાયો સંયમમાં આવતા જાય છે. દર્શનમોહનો નાશ થયા પછી, ક્રમે ક્રમે તેનો ચારિત્રમોહ નબળો થતો જાય છે. પરિણામે આત્માનુભવમાં વિનરૂપ થાય તેવા સંસારી પદાર્થોનો ત્યાગ બળવાન થઈને કરતાં શીખે છે. આ રીતે તે પાંચમાં ગુણસ્થાનનો ભોક્તા થાય છે, અહીં તેનાં મન, વચન કે કાયા અમુક અંશે શ્રી પ્રભુની અને ગુરુની આજ્ઞામાં પ્રવર્તતાં થાય છે. તેથી તે જીવમાં શાંતિ, સમતા અને સ્થિરતાની વૃદ્ધિ થતી જાય છે. આવા અનુભવના આધારે તે જીવ શ્રી પ્રભુ સાથે અને ગુરુ સાથે તાદાભ્યપણું –
૧૨૦