________________
કેવળી પ્રભુનો સાથ
જેમ (કમળની જેમ) અલિપ્ત રહી, સંસારથી વિરક્ત બની, રત્નત્રયની આરાધનામાં લીન થશે તો તે જીવ આત્માના અનંત ગુણોના અંશોનો ભોક્તા થતો થતો સમ્યક્ત્વ પરાક્રમનાં આગળનાં સોપાને જઈ શકશે. આ અવસ્થાની સફળતા માટે શ્રી સપુરુષ એ જીવને આત્માનાં છ પદની સમજણ વિશેષ ઊંડાણથી આપે છે, સાથે સાથે વૈરાગ્યને સૂચવનારી તથા વધારનારી બાર ભાવનાઓનો બોધ ઊંડાણથી કરે છે.
મિથ્યાત્વનો બળવાન ઉદય નીકળી જતાં, એક બાજુ સંસારની અનુભવાતી અસારતા અને બીજી બાજુ છ પદનાં શ્રદ્ધાનથી જાગતા વીર્યને કારણે આત્મામાં એવો ભાવ ઘુંટાય છે કે, “મારે ત્વરાથી સંસારથી છૂટવું જ છે; હું સંસારથી ન્યારો છું.' પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણની સહાયથી આ ભાવનાનું એવું બળવાનપણું થતું જાય છે કે ક્રમે ક્રમે જીવ તે મય બનતો જાય છે. એટલે આત્માની દેહથી છૂટા થવાની પ્રક્રિયા વારંવાર થતી જાય છે. પરિણામે સત્તાગત રહેલાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ચોકડીરૂપ કર્મો નબળાં પડતાં જાય છે. એમાંથી એવો સમય આવે છે કે જીવને છૂટવા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિમાં કે ભાવમાં રસ રહેતો નથી, સ્થિરતા આવતી નથી. આવી દશા એકધારી ચોવીસ કલાક સુધી રહે ત્યારે જીવ ઉત્તમ પરાક્રમ કરી સમ્યકત્વ સિદ્ધિનું પાંચમું સોપાન ‘ક્ષાયિક સમ્યકત્વ મેળવે છે.
દર્શનમોહની ત્રણે પ્રકૃતિ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીના સર્વ નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક સમ્યત્વ છે. ક્ષાયિક સમ્યત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ શકે છે.
ક્ષાયિક સમ્યત્વ અનંતાનુબંધી ચોકડીનું વિસંયોજન થાય, તે પછીથી મિથ્યાત્વનો સર્વથા નાશ કર્યા પછી જ થાય છે. અનંતાનુબંધી કષાયની સમ્યક્ત્વ થતાં બે અવસ્થાઓ થાય છે, કાં અપ્રશસ્ત ઉપશમ થાય છે, અગર વિસંયોજન થાય છે. જે કરણ વડે ઉપશમ વિધાનથી ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. અનંતાનુબંધીનો પ્રશસ્ત ઉપશમ થતો જ નથી, પણ મોહનીયની અન્ય પ્રકૃતિઓનો પ્રશસ્ત ઉપશમ થાય છે. અને અનંતાનુબંધીનો
૧૧૬